1 કપ મેંદો, 1/4 કપ સોજી, 1/2 કપ ખાંડ (લોટ માટે),1/4 ચમચી એલચી પાવડર, 1/4 ચમચી વરિયાળી પાવડર (વૈકલ્પિક), 1/4 કપ દહીં, પાણી (ખીરું બનાવવા માટે), તળવા માટે તેલ/ઘી
1 કપ ખાંડ, 1/2 કપ પાણી, ચપટી કેસર (વૈકલ્પિક)
એક મોટા બાઉલમાં મેંદો, રવો, 1/2 કપ ખાંડ, ઈલાયચી પાવડર અને વરિયાળી પાવડર લો.
તેમાં દહીં ઉમેરી, ધીમે ધીમે પાણી ઉમેરતા જઈને ઘટ્ટ ખીરું તૈયાર કરો. ખીરામાં કોઈ ગઠ્ઠા ન રહે તેનું ધ્યાન રાખો. ખીરાને 2-3 કલાક માટે ઢાંકીને રહેવા દો.
એક વાસણમાં 1 કપ ખાંડ અને 1/2 કપ પાણી લો. તેને ઉકાળીને એકતાર ચાસણી બનાવો. તેમાં કેસર ઉમેરો અને ગેસ બંધ કરો.
એક કડાઈમાં તેલ/ઘી ગરમ કરો. ગરમ તેલમાં એક ચમચા ભરીને ખીરું ગોળ આકારમાં પાથરો.
માલપુઆને મધ્યમ આંચ પર બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
તળેલા માલપુઆને ગરમ ચાસણીમાં ડુબાડીને 3 મિનિટ રહેવા દો, ચાસણીમાંથી કાઢીને ગરમ સર્વ કરો.