2-3 સમારેલ ગાજર, 2 આદુના ટુકડા ઝીણા સમારેલા, 1 કોબીજ ઝીણી સમારેલ, 2 સમારેલ લીલા મરચા, 2 સમારેલ ડુંગળ, 2-3 આખા મરી, 2 તમાલપત્ર, 2 ટામેટા, 2 ચમચી કેચઅપ, 2 ચમચી સોયા સોસ, 1 ચમચી ગ્રીન ચીલી સોસ, 1 ચમચી વિનેગર, 1 ચમચી લાલ મરચું, વેજીટેબલ સ્ટોક, 1/2 વાટકી કોર્નફ્લોર, ગાર્નિશિંગ માટે નુડલ્સ
સૌ પ્રથમ ગાજર,આદુ, કોબીજ, લીલા મરચા, ડુંગળી વગેરે સહકભાજી સમારી લો, હવે એક પેનમાં પાણી ગરમ કરો એમાં આખા ગરમ મસાલા અને આખા શાકભાજી નાખો.
મરી, તમાલપત્ર, ટામેટા, ડુંગળી, કોબીજ, ગાજર, ટામેટા નાખીને ઉકળવાં દો, થઇ જાય એટલે શાકભાજી સાઈડમાં કરીને ખાલી પાણીનો સ્ટોકનો ઉપયોગ કરો.
હવે એક પેનમાં થોડું તેલ આખીને એમાં લીલા મરચા, ગાજર, કોબીજ, સમારેલ આદુ, સમારેલ ડુંગળી બધું આખીને થોડી વાર માટે સાંતળો,થઇ જાય એટલે એમાં સોયા સોસ, ચીલી સોસ, કેચઅપ, વિનેગર નાખો.
બધું થોડું સંતળાઈ જાય એટલે એમાં લાલ મરચું, વેજીટેબલ સ્ટોક, થોડો કોર્નફ્લોર (થિકનેસ માટે) નાખી ને થોડી વાર માટે થવા દો, થઇ જાય એટલે ગરમ ગરમ સૂપની શિયાળામાં મજા માણો.