કેરીનો રસ ખાઇ કંટાળ્યા, હવે ટેસ્ટી મેંગો અપ્પે બનાવો

May 02, 2025, 11:43 AM

મેંગો અપ્પમ

કેરી માંથી ઘણી વાનગી છે. કેરીનો રસ, રબડી અને કુલ્ફી તમે ખાધી જ હશે.

મેંગો અપ્પમ રેસીપી

અહીં કેરી અને સોજી માંથી એક યુનિક વાનગી મેંગો અપ્પે બનાવવાની રેસીપી આપી છે. મેંગો અપ્પે નાના બાળકથી લઇ મોટા વ્યક્તિને પણ ખાવા ગમશે.

મેંગો અપ્પમ બનાવવા માટે સામગ્રી

પાકી કેરી, સોજી, દહીં, બેકિંગ સોડા, મીઠું, કાળા મરી પાઉડર, સરસવ, સફેદ તલ, લાલ મરચું પાઉડર, પેરી પેરી મસાલા

મેંગો અપ્પે રેસીપી

મેંગો અપ્પમ બનાવવા માટે સૌથી પહેલા પાકી કેરી પાણીમાં ધોઇ, છાલ ઉતારી મિક્સરમાં ઘટ્ટ પલ્પ બનાવી લો.

મેંગો રેસીપી રેસીપી

ત્યાર પછી મિક્સર જારમાં સોજી, 1 દહીં અને થોડુંક પાણી ઉમેરી બેટર બનાવો. બેટરને 20 થી 25 મિનિટ સુધી ઢાંકી મૂકી રાખો.

મેંગો રેસીપી રેસીપી

હવે બેટરમાં ખાવાનો સોડા, રાઇ, પેરી પેરી મસાલા, કાળા મરી પાઉડર, લાલ મરચા પાઉડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બધી સામગ્રી બરાબર મિક્સ કરી દો.

મેંગો અપ્પમ રેસીપી

ગેસ ચાલુ કરી અપ્પે પેનમાં તેલ લગાવી ગરમ કરો. આ બેટર પેનમાં ધીરે ધીરે રેડવું. તેની ઉપર રાઈ અને સફેદ તલ ભભરાવો.

મેંગો અપ્પમ રેસીપી

મેંગો અપ્પે એક બાજુથી બ્રાઉન શેકાઇ જાય ત્યારબાદ બીજી બાજુથી શેકવું. શેકવા માટે સહેજ તેલ વાપરી શકાય છે.

મેંગો અપ્પમ રેસીપી

આ રીતે મેંગો અપ્પે તૈયાર છે. ગરમા ગરમે મેંગો અપ્પે ગ્રીન અને રેડ ચટણી સાથે ખાઇ શકાય છે. બાળકોને પણ આ યુનિટ અપ્પે ખાવા બહુ ગમશે.