kachi keri candy recipe : કાચી કેરીમાંથી બનાવો કેન્ડી, બાળકો કરી જશે ચટ્ટ

Apr 10, 2025, 10:37 AM

કાચી કેરી કેન્ડી

ઉનાળો આવે એટલે માર્કેટમાં કેરી આવવાની શરુ થઈ જાય છે. ઉનાળામાં કેરી ખાવી શરીર માટે ખુબ જ ફાયદા કારક છે.

કાચી કેરી કેન્ડી

કાળઝાર ગરમીમાં લૂથી બચવા માટે કેરી ખાવી જરૂરી છે. પરંતુ બાળકો સીધી રીતે કાચી કેરી ખાતા નથી.

કાચી કેરી કેન્ડી

માટે બાળકોને દાઢે વળગે એવી કાચી કેરીની કેન્ડી બનાવી શકાય. સરળ રીતથી આ કેન્ડી બનાવશો તો બાળકો ચટ્ટ કરી જશે.

કાચી કેરી કેન્ડીની સામગ્રી

500 ગ્રામ કેરી, 400 ગ્રામ ખડી સાકર, ભૂના જીરા, સંચળ, મીઠું, કારા મરી પાઉડર, ગ્રીન ફૂડ કલર, હીંગ

કાચી કેરી કેન્ડી બનાવવાની રીત

સૌથી પહેલા કેરીને ચપ્પા વડે છોલી, તેમાંથી ગોટલી કાઢો, નાના કટકા કરીને મીક્સર જારમાં ગ્રાઈન્ડ કરી પ્યુરી બનાવી દો.

કાચી કેરી કેન્ડી બનાવવાની રીત

ત્યારબાદ નોન સ્ટીકમાં આ પ્યુરી નાંખો અને ગરમ કરો, ખાસ ધ્યાન રાખો કે પેનમાં ઘી કે ઓઈલ નાખવાનું નથી.

કાચી કેરી કેન્ડી બનાવવાની રીત

પ્યુરી ગરમ થાય અને બબલ થવા લાગે ત્યારે તેમાં ભૂના જીરા પાઉડર, સંચળ, મીઠું કારા મરી પાઉડર અને હીંગ ઉમેરીને પાકવા દો.

કાચી કેરી કેન્ડી બનાવવાની રીત

ત્યાર બાદ ગ્રીન કલર ઉમેરો અને ખડી સાકર ઉમેરીને બેટરને પાકડવા દો. બેટર ત્યાં સુધી પકાવો જ્યાં સુધી પેન છોડવા લાગે.

કાચી કેરી કેન્ડી બનાવવાની રીત

આ સ્ટેજ બાદ ગેસ સ્ટવ બંધ કરો અને એક પ્લેટમાં બટર પેપર મુકીને સેટ કરી દો. ત્યાર બાદ આ પ્લેટને તડકે સુકવા મુકો.

કાચી કેરી કેન્ડી બનાવવાની રીત

બે ત્રણ દિવસમાં આ બેટર એકદમ સુકાઈ જશે તેમાંથી પાણી નીકળી જશે. હવે આ બેટરના જે આકારમાં જોઈએ એ આકારીની કેન્ડી કટ કરી દો.

કાચી કેરી કેન્ડી બનાવવાની રીત

ચોરસ, ગોળ, ત્રીકોણ જે પણ આકારમાં કાપવી હોય તેમ કાપી શકાય, હવે બુરુ ખાંડનું કોટિંગ કરીને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી દો.

કાચી કેરી કેન્ડી બનાવવાની રીત

આમ તૈયાર થઈ જશે ચટપટી ખાટી મીઠ્ઠી કાચી કેરીની કેન્ડી, બાળકોને ખાવાની ખુબ મજા પડશે.