કેરી અને નાળિયેર મિક્ષ કરીને બનાવો મજેદાર મેંગો કોકોનટ સ્મૂધી, નોંધી લો રેસીપી

Apr 16, 2025, 03:37 PM

જો તમે ઉનાળા (summer) માં સ્વાદિષ્ટ અને ઠંડક આપતી વસ્તુ શોધી રહ્યા છો, તો મેંગો અને કોકોનટ સ્મૂધી (mango and coconut smoothie) એક બેસ્ટ ઓપ્શન છે.

મેંગો કોકોનટ સ્મૂધી તમારા શરીરને ઠંડુ પણ રાખશે અને તેને બનાવવું ખૂબ જ સરળ છે. તેમાં કેરી અને નારિયેળનું મિશ્રણ છે જે શરીરમાંથી થાક દૂર કરશે.

સામગ્રી

2 પાકેલી કેરી, 1 કપ નારિયેળનું દૂધ, 6 થી 7 બરફના ટુકડા, 1 થી 3 ચમચી મધ, એક ચપટી ઈલાયચી પાવડર, ડ્રાયફ્રૂટ્સ

મેંગો કોકોનટ સ્મૂધી રેસીપી

સૌપ્રથમ કેરીને છોલીને તેના ટુકડા કરી લો અને તેને ફ્રિજમાં રાખો જેથી તે થોડી ઠંડી થાય.

મેંગો કોકોનટ સ્મૂધી રેસીપી

હવે મિક્સર અથવા બ્લેન્ડર લો. તેમાં કેરીના ટુકડા, નારિયેળનું દૂધ, મધ, બરફના ટુકડા અને એલચી પાવડર ઉમેરો.

મેંગો કોકોનટ સ્મૂધી રેસીપી

સ્મૂધી સ્મૂધ અને ક્રીમી બને ત્યાં સુધી તેને સારી રીતે બ્લેન્ડ કરો. હવે તેને એક ગ્લાસમાં રેડો. જો તમે ઈચ્છો તો ઉપર થોડા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને પીરસો.

જો તમે તમારે ખાંડ અને મધને બદલે સ્ટીવિયા અથવા ગોળની ચાસણીનો ઉપયોગ કરી શકો છો.

જો તમે સ્મૂધીને થોડી જાડી અને ક્રીમી બનાવવા માંગતા હો, તો તમે નારિયેળના દૂધ સાથે થોડી ક્રીમ ઉમેરી શકો છો.

ખાટું મીઠું જામ ખાવાની બધાને પડશે મજા, જાણો મેંગો જામ રેસીપી