ઉનાળો શરૂ થયો છે અને ગરમી પડવાની પણ શરૂ થઈ ગઈ છે. ગરમીથી બચવા માટે લોકો વિવિધ પીણા પીતા હોય છે.
શેરડીના રસથી લઈને મેંગો, ટેટી જેવા ફળો ખાઈને ગરમી સામે રક્ષણ મેળવે છે. પરંતુ કાળઝાર ગરમીમાં લૂથી બચવા માટે કાચી કેરી અને ડૂંગળી બેસ્ટ ઓપ્શન છે.
ગરમી સામે રક્ષણ મેળવવા માટે લોકો વિવિધ પીણા, ખાન પાન પર વધારે ધ્યાન આપતા થયા છે ત્યારે મેંગો કૂલર પણ એક સારું પીણું છે.
ઉનાળાની સિઝનનું સૌથી બેસ્ટ ફળ અને ફળોનો રાજા ગણાતી કેરી લોકોમાં ખૂબ જ પ્રીય છે. આ ફળના અનેક સ્વાસ્થ્ય ફાયદા છે. તો ચાલો જાણિએ મેંગો કૂલરની રેસીપી.
કાચી કેરી (પાકી કેરી પણ લઈ શકાય), ફુદીના, આદુનો ટુકડો, સાકર, સોડા, લીલું મરચું, સંચળ, ધાણા જીરું, લીંબુંનો રસ, ચાટ મસાલો,
થોડા તાજા ફૂદીનાના પાન લો, આદુનો ટુકડો લો, એક-બે જરૂર પ્રમાણે લીલા મરચા લો, કેરી સમારીને એક મિક્સરની જારમાં નાંખો અને એકદમ ક્રસ કરી દો.
આ મીક્સરને ગરણીવડે એક વાસણમાં ગાળી લો, તેમા ધાણાજીરું, સંચળ, ચાટ મસાલો નાંખો,
ત્યાર બાદ અડધુ લિંબુ કાપીને નાંખો તેમજ 25 મીલી સોડા ઉમેરો
આ મીક્સરને ચમચી વડે સારી રીતે મીક્સ કરો અને તેમાં આઈસ ક્યૂબ ઉમેરો.
ત્યાર બાદ કાચના ડેકોરેટ કરીને આ કૂલર નાંખો અને ફૂદીના પાનથી ગાર્નિસ કરો અને મજા માણો.