માત્ર ત્રણ વસ્તુથી ઘરે બનાવો બજાર જેવી જ કેમિકલ ફ્રી મેંગો ડોલી કેન્ડી

Apr 16, 2025, 02:33 PM

મેંગો ડોલી કેન્ડી

ઉનાળો શરુ થયો છે અને ગરમી પણ ચરમ સીમા પર પહોંચી ગઈ છે. ઉનાળામાં ગરમીથી બચવા માટે દરેક લોકો ઠંડા પીણા અને આઈસક્રીમનો સહારો લેતા હોય છે.

મેંગો ડોલી કેન્ડી

ઉનાળામાં ખાસ કરીને બાળકો બજારમાં મળતી આઈસ્ક્રીમ ખાવાની જીદ કરતા હોય છે. પરંતુ વારંવાર બજારની આઈસ્ક્રીમ ખવડાવવી સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડે છે.

મેંગો ડોલી કેન્ડી

ત્યારે બાળકોની પ્રિય મેંગો ડોલી કેન્ડી ઘરે બનાવી શકાય છે. આ માત્ર ત્રણ જ વસ્તુથી કોઈપણ બીજા કેમીકલ નાખ્યા વગર બનાવવી શકાય છે. અહીં તમને સિક્રેટ રેસીપી જણાવીશું.

મેંગો ડોલી માટે સામગ્રી

પાકી મીઠી કેરી, ફ્રેશ ક્રીમ અને કંડેન્સ મીલ્ક

મેંગો ડોલી બનાવવાની રીત

સૌથી પહેલા મેંગો ડોલીની અંદર આવતો સફેદ ભાગ બનાવવા માટે ફ્રેશ ક્રીમને બ્રેન્ડર વડે ફેટીશું. ક્રીમ લગભગ ડબલ જેટલી થઈ જાય ત્યાં સુધી આ ક્રિયા ચાલું રાખવાની છે.

મેંગો ડોલી બનાવવાની રીત

અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે ક્રીમ કેક જેટલી ફ્લફી ન થઈ જાય. ત્યાર બાદ તેમાં તમારા સ્વાદ અનુસાર કંન્ડેસ મીલ્ક ઉમેરો અને ફરીથી બ્રેન્ડર વડે મીક્સ કરી દો.

મેંગો ડોલી બનાવવાની રીત

હવે આ મીક્સરને કેન્ડી મોલ્ડ લો. તેમાં આ મીક્સર અડધું કે તેનાથી સહેજ ઉપર સુધી ભરી દો.તેના ઉપર સિલ્વર ફોઈલથી રેપ કરી દો અને મોલ્ડમાં વચ્ચે આઇસ્ક્રિમ સ્ટીક લગાવી ફ્રીઝરમાં રાખી દો.

મેંગો ડોલી બનાવવાની રીત

બીજી તરફ મેંગો ડોલી કેન્ડીનો ઉપરનો ભાગ બનાવવા માટે કેરીને કાપીને તેની પ્યુરી બનાવી દો. તેમાં થોડું કંન્ડેસ મીલ્ક ઉમેરો અને બ્રેન્ડર વડે ફેંટી દો.

મેંગો ડોલી બનાવવાની રીત

હવે ફ્રીઝરમાંથી મોલ્ડ બહાર કાઢો અને તેમાંથી સફેદ કેન્ડીને બહા કાઢીને મોલ્ડને ફરીથી ધોઈને સાફ કરી દો. મોલ્ડમાં અડધા સુધી કેરીની પ્યુરી નાંખો.

મેંગો ડોલી બનાવવાની રીત

ત્યારબાદ સફેદ કેન્ડીને મોલ્ડમાં સાચવીને મુકો અને ઉપરથી કેરીની પ્યુરી ફરીથી નાંખો આમ સફેદ કેન્ડી ઉપર કેરીની પ્યુરીનું કવર બની જશે.

મેંગો ડોલી બનાવવાની રીત

આ મોલ્ડને ફરીથી ફ્રીઝરમાં સેટ થવા માટે ચાર-પાંચ કલાક મુકી દો. આમ તૈયાર થઈ જશે તમારી મેંગો ડોલી કેન્ડી.