mango halwa recipe : ઉનાળામાં બનાવો ટેસ્ટી મેંગો હલવો, બધા કરશે વખાણ

Apr 11, 2025, 06:45 PM

મેંગો હલવા

ઉનાળો આવે ત્યારે કેરી પણ સાથે લાવે છે. લોકોમાં કેરી ખુબ જ પ્રીય છે. ત્યારે કેરીની અલગ અલગ વાનગીઓ પણ માર્કેટમાં મળવા લાગે છે.

મેંગો હલવા

ત્યારે કેરીમાંથી હલવો પણ બનાવવામાં આવે છે. સોજી સાથે કેરીની પ્યુરી મીક્ષ કરીને બનાવવામાં આવતો મેંગો ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે.

મેંગો હલવા

પાકી કેરીનો હલવો બનાવવો એકદમ સરળ છે અને ઓછી વસ્તુમાં જ બની જાય છે. તો ચાલો જાણીએ કેરીનો હલવો બનાવવાની રેસીપી

સામગ્રી

બે કપ સોજી, બે પાકી કેરી (સ્વાદમાં મીઠી હોય એવી કેરી લેવી), એક કપ ખાંડ, થોડા કાજુ, બદામ, કીસમીસ, ઘી, દૂધ

મેંગો હલવો બનાવવાની રીત

સૌથી પહેલા બે સ્વાદમાં મીઠી અને ઘાટા રંગની કેરી લેવી, કેરીને છોલી કટકા કરીને મીક્સર જારમાં નાંખી પાણી વગર પ્યુરી બનાવી લેવી.

મેંગો હલવો બનાવવાની રીત

ત્યાર બાદ એક કઢાઈમાં ત્રણ ચમચી ઘી લેવું. ગેસ ફ્લેમ એકદમ સ્લો રાખવો. આ ઘીમાં ડ્રાય ફ્રૂટ્સ બદામ, કાજુ અને કીસમીસ સેકી લેવી.

મેંગો હલવો બનાવવાની રીત

ત્યારબાદ આ જ ગરમ ઘીમાં બે કપ ક્રસ કરેલી સોજી લેવી. ધીમી ફ્લેમમાં એકદમ બ્રાઉન ન થયા ત્યાં સુધી સેકવી.

મેંગો હલવો બનાવવાની રીત

સોજી બ્રાઉન કલરની થઈ જાય ત્યારે તેમાં કેરીની પ્યુરી ઉમેરવી. અને ગેસની ફ્લેમ વધારવી. અને કેરીની પ્યુરી સોજીમાં એકદમ ભળી ન જાય ત્યાં સુધી હલાવતા હલાવતા સેકવી.

મેંગો હલવો બનાવવાની રીત

કેરીની પ્યુરી સોજીમાં ભળી જાય ત્યારે તેમાં એક કપ ખાંડ નાંખવી અને હલાવતા રહેવું. અને ખાંડ એકદમ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહેવું.

મેંગો હલવો બનાવવાની રીત

હવે ઘીમાં તળેલા ડ્રાય ફ્રૂટ્સના કટકા કરીને નાંખવા. અને ઉપરથી એક ચમચી ઘી નાંખવું. ત્યારબાદ થોડીવાર ફરી સેકવું.

મેંગો હલવો બનાવવાની રીત

આમ તૈયાર થઈ જશે મેંગો હલવો. મેંગો હલવાને એક પ્લેટ કે બાઉલમાં કાઢીને ડ્રાયફ્રૂટ અને કેરીના કટકા નાંખીને ગાર્નિંસ કરો અને મજા માણો.