માત્ર ત્રણ સામગ્રીનો ઉપયોગ કરી ઘરે બનાવો મેંગો આઈસ્ક્રીમ, ખાતા રહી જશો!

Apr 03, 2025, 02:18 PM

ઉનાળો એપ્રિલમાં આંકરો લાગે છે, ગરમીથી રાહત મેળવવા બધા સિઝનમાં ઠંડુ ખાવાનું વધારે પસંદ કરે છે, એમાં આઈસ્ક્રીમ તો નાનાથી લઈને મોટા બધાને પસંદ છે.

કેરી આ સીઝનમાં ભરપૂર આવે છે ત્યારે તમે ઘરેજ માત્ર 3 સામગ્રીનો ઉપયોગ કરીને આઈસ્ક્રીમ બનાવી શકો છો જે ઓછા સમયમાં બની જશે અને ખુબજ ટેસ્ટી બનશે, અહીં જાણો મેંગો આઈસ્ક્રીમ રેસીપી

મેંગો આઈસ્ક્રીમ રેસીપી સામગ્રી

2 કપ ક્રીમ, 1 કપ કેરીનું પલ્પ, 1 કપ કન્ડેન્ડ મિલ્ક, થોડા સમારેલા ડ્રાયફ્રૂટ્સ

મેંગો આઈસ્ક્રીમ રેસીપી

સૌ પ્રથમ બધી ધોઈને સમારી લો, ત્યારબાદ પલ્પને મિક્ષરમાં કાઢીને રસ તૈયાર કરી લો.

મેંગો આઈસ્ક્રીમ રેસીપી

હવે 2 કપ ક્રીમ લો, તેને પણ એ કેરીના રસની તપેલીમાં સારી રીતે મિક્ષ કરી લો.

મેંગો આઈસ્ક્રીમ રેસીપી

ત્યારબાદ એમાં 1 કપ કન્ડેન્ડ મિલ્ક ઉમેરો, હવે તેને સારી રીતે બ્લેન્ડ કરી લો જેથી પ્રોપર જાડું બેટર તૈયાર થઇ જાય.

મેંગો આઈસ્ક્રીમ રેસીપી

હવે આ તૈયાર બેટરને એક કન્ટેન્ટરમાં ભરીને એના પર સમારેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરો.

મેંગો આઈસ્ક્રીમ રેસીપી

હવે તેને ઢાંકણ ઢાંકીને ફ્રીઝરમાં 6-7 કલાક માટે મૂકી રાખો, 6 કલાક બાદ તેને ફ્રિઝરમાંથી કાઢીને ઠંડો ઠંડો આઈસ્ક્રીમ સર્વ કરો.

હેલ્ધી અને ટેસ્ટી બીટરૂટ આઈસ્ક્રીમ ઘરે બનાવો, બહારનો ભૂલી જશો