ખાટું મીઠું જામ ખાવાની બધાને પડશે મજા, જાણો મેંગો જામ રેસીપી

Apr 14, 2025, 04:16 PM

ઉનાળા (summer) ની ઋતુની સૌથી ખાસ વાત કેરીની ઋતુ છે. આ ઋતુમાં ઘણી પ્રકારની કેરીઓ ઉપલબ્ધ હોય છે જેનો સ્વાદ તમને આખું વર્ષ યાદ રહે છે.

કેરીમાંથી બનેલા જામ એટલે કે મેંગો જામ જે ખુબજ મજેદાર બને છે જેને તમે બ્રેડ કે રોટલી સાથે ખાઈ શકો છો. બાળકોને પણ તે ખૂબ ગમશે. અહીં જાણો ઘરે મેંગો જામ બનાવાની રેસીપી

મેંગો જામ રેસીપી સામગ્રી

4-5 પાકેલા કેરી, 1 કપ ખાંડ, 1 ચમચી લીંબુનો રસ

મેંગો જામ રેસીપી

મેંગો જામ બનાવવા માટે પહેલા કેરીને સારી રીતે ધોઈ લો. તમે કેરી કાપી લો. જામ બનાવવા માટે કેરીના નાના ટુકડા કરો અને તેને બાજુ પર રાખો.

મેંગો જામ રેસીપી

હવે આ ટુકડાઓને મિક્સરમાં પીસીને પેસ્ટ તૈયાર કરો. હવે ધીમા તાપે એક તપેલી ગરમ કરો અને તેમાં તૈયાર કરેલી પેસ્ટ નાખો અને ધીમા તાપે હલાવતા રહો. જો તપેલીનો પાયો પાતળો હોય તો કેરીની પેસ્ટ બળી જશે.

મેંગો જામ રેસીપી

પેસ્ટને લગભગ 2-3 મિનિટ સુધી રાંધ્યા પછી, તેમાં ખાંડ ઉમેરો અને તેને મિક્સ કરો. આ મિશ્રણને હલાવતા રહો. આ મિશ્રણનો કલર પણ બદલાવા લાગશે અને ધીમે ધીમે આ મિશ્રણ ઘટ્ટ થતું જશે.

મેંગો જામ રેસીપી

જ્યારે આ મિશ્રણ ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં લીંબુનો રસ ઉમેરો. કેરીનો જામ બનાવવા માટે તેના બેટર પર ધ્યાન રાખવું જરૂરી છે. તે ખૂબ પાતળું કે ખૂબ જાડું ન હોવું જોઈએ.

મેંગો જામ રેસીપી

તમે તેની થીક્નેસ તપાસો, જો તે ચીકણું હોય અને પ્લેટમાં રેડવામાં આવે ત્યારે ફેલાતું ન હોય તો તે તૈયાર છે, ઠંડુ થયા પછી તમે તેને કાચની બરણીમાં સ્ટોર કરી શકો છો.

અસહ્ય ગરમીમાં ખાઓ તુલસીનો મજેદાર આઈસ્ક્રીમ, નોંધી લો રેસીપી