મેંગો કુલ્ફી રેસીપી : ઉનાળામાં બાળકો માટે ઘરે જ બનાવો મેંગો કુલ્ફી,એકદમ સરળ રેસીપી

Apr 04, 2025, 12:30 PM

મેંગો કુલ્ફી રેસીપી

ઉનાળો શરૂ થતાં માર્કેટમાં અલગ અલગ ફ્લેવરની કુલ્ફીઓ, આઈસ ક્રીમો, જ્યુસ મળતા થઈ ગયા છે.

મેંગો કુલ્ફી રેસીપી

જોકે બહારની આવી વસ્તુઓ બાળકોના સ્વાસ્થ માટે હાનિકારક હોય છે.

મેંગો કુલ્ફી રેસીપી

માર્કેટમાં મળતી કુલ્ફી જેવી જ મેંગો કુલ્ફી ઘરે બનાવી શકો છે. તો નોંધી લો સરળ રેસીપી

સામગ્રી

પાકી કેરી, કપ વ્હિપિંગ ક્રીમ, કન્ડેન્સ મીલ્ક, કેસરના વાળા, ડ્રાયફ્રૂટ્સ,ઈલાયચી પાઉડર,અહીં પીસ્તાનો ઉપયોગ કરવો વધારે સ્વાદ આપશે

મેંગો કુલ્ફી બનાવવાની રીત

સૌથી પહેલા પાકી મીઠાશવાળી કેરીને નાના કટકા કરીને પ્યુરી તૈયાર કરી રાખો, અને થોડા કટકા આખા રાખીને મુકી દો.

મેંગો કુલ્ફી બનાવવાની રીત

એક મીક્સર જારમાં કેરીના ટૂકડા અથવા કેરીની પ્યુરી નાંખો. ખાસ ધ્યાન રાખવું કે ખાટી કેરીનો ઉપયોગ ન કરવો. તેમાં એક કપ વ્હિપિંગ ક્રીમ નાંખો.

મેંગો કુલ્ફી બનાવવાની રીત

જો તમારી પાસે વ્હિપિંગ ક્રીમ ન હોય તો તાજી ક્રીમનો ઉપયોગ કરી શકો છો. તેમાં 1/4 ચમચી ઈલાયચી પાઉડર અને કેસર યૂક્ત દધ નાંખો.

મેંગો કુલ્ફી બનાવવાની રીત

ત્યાર બાદ અડધું ટીન કન્ડેન્સ મીલ્ક નાંખો. તમે તમારા સ્વાદ અનુસાર માત્રા ઓછી વધારે કરી શકો છો.

મેંગો કુલ્ફી બનાવવાની રીત

હવે આ મીશ્રણને એકદમ પીસીને પ્યુરી બનાવી દો. આ પ્યુરીમાં બે મોટી ચમચી કટકા કરેલા પીસ્તા નાખો. થોડા પિસ્તા ટૂકડા ગાર્નિસ માટે બચાવી રાખો.

મેંગો કુલ્ફી બનાવવાની રીત

આ મીશ્રણને મોલ્ડમાં ભરીને તેમાં આઈસક્રીમ સ્ટીક નાંખીને ફ્રીઝરમાં સેટ કરવા માટે 7-8 કલાક મૂકી દો. આમ તૈયાર થઈ જશે મેંગો કુલ્ફી.

મેંગો કુલ્ફી બનાવવાની રીત

એકદમ જામી જાય ત્યારે કુલ્ફીને બહાર કાઢીને પિસ્તાના કટકાથી ગાર્નિસ કરો અને મજા મ્હાણો.