કેરીની સિઝન હવે પુરી થવા આવી રહી છે ત્યારે કેરીમાંથી અલગ અલગ વાનીગઓ આપણે ખાધી છે.
મેંગો લાડુ પણ આપણે ખાધા હશે ત્યારે તમે મેંગો મલાઈ લાડુ પણ ઘરે બનાવી શકો છો.
દૂધ, પનીર, કેરી અને ખાંડ, ગાર્નિસ માટે પિસ્તા
મેંગો મલાઈ લાડુ બનાવવા માટે એક પેનમાં દૂધ લઈને ધીમી ફ્લેમ પર પકાવો. હવે હાથેથી મેસ કરેલું પનીર નાંખો.
આ મીક્સરને ધીમી ફ્લેમમાં પકાવો અને હલાવતા રહો. તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરો.
મીક્સ એકદમ ઘટ ન થાય ત્યાં સુધી ધીમી આંચ પર પકાવતા રહો. આમ ડો તૈયાર થઈ જશે
હવે ફ્રેસ કેરીના નાના ટૂકડા કરો અને ડોના નાના ગુલ્લા કરીને તેમા કેરીના ટુકડો મુકીને લાડુ તૈયાર કરો.
હવે આ લાડુ ઉપર ગાર્નિસ કરવા માટે લાડુ ઉપર કાતરેલા પીસ્તા પરથી ગાર્નિસ કરો.