પૂણેની ફેમસ મેંગો મસ્તાની ઘરે જ બનાવો, ઉનાળામાં આપશે ઠંડક

Apr 26, 2025, 06:12 PM

કેરીની રેસીપી

ઉનાળામાં પુષ્કળ પ્રમાણમાં કેરી જોવા મળે છે. કેરીની અલગ-અલગ પ્રકારની ઘણી વાનગીઓ બને છે.

અનોખી રેસીપી

જોકે રોજ એકને એક વાનગી ખાઇને કંગાળી ગયા હોય તો અમે તમારા માટે નવી રેસીપી લઇને આવ્યા છીએ.

મેંગો મસ્તાની

આજે અમે અહીં મેંગો મસ્તાની બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ. જે ઉનાળામાં એકદમ ઠંડક આપશે.

મેંગો મસ્તાની સામગ્રી

કેરીના ટુકડા, ખાંડ, ઠંડુ દૂધ, વેનીલા આઈસ્ક્રીમ, બદામના ટુકડા, પિસ્તાના ટુકડા, ટુટી-ફ્રુટી, ગુલાબ શરબત.

મેંગો મસ્તાની બનાવવાની રીત - સ્ટેપ 1

મેંગો મસ્તાની બનાવવા માટે એક મિક્સર જારમાં કેરીના ટુકડા, ખાંડ, દૂધ અને આઈસ્ક્રીમ ભેળવીને સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો.

સ્ટેપ 2

તેને સહેજ ઘટ્ટ રાખવાનું છે. જો તમારે થોડું નરમ રાખવું હોતો બરફના ટુકડા ઉમેરી શકો છો. પછી તેને બાજુ પર રાખો.

સ્ટેપ 3

આ પછી એક મોટો ગ્લાસ લો. તેમાં ગુલાબનું શરબત, કેરીના ટુકડા, મિક્સરમાં મિક્સ કરેલા મેંગો, વેનીલા આઈસ્ક્રીમ ઉમેરો.

સ્ટેપ 4

આ પછી છેલ્લે બદામના ટુકડા, પિસ્તાના ટુકડા અને ટુટી-ફ્રુટીથી સજાવો. આ રીતે તમારું ટેસ્ટી મેંગો મસ્તાની તૈયાર થઇ જશે.