Mango Matho Recipe : બજાર જેવો ટેસ્ટી મેંગો મઠો બનાવવાની સિક્રેટ રેસીપી, ઘરે ટ્રાય કરો

Apr 02, 2025, 09:18 AM

મેંગો મઠો રેસીપ

ઉનાળો શરૂ થતાં જ માર્કેટમાં કેરી મળવાનું શરૂ થઈ જાય છે. ઉનાળામાં લોકો કેરી ખુબ પ્રીય હોય છે.

મેંગો મઠો રેસીપ

લોકો મોટા ભાગે કેરીના કટકા કરીને અથવા કેરીનો રસ કાઢીને ખાતા હોય છે.

મેંગો મઠો રેસીપ

જ્યારે કેરીમાંથી મઠો પણ બનાવી શકાય છે. ઉનાળામાં કેરી અને દહીં બંને વસ્તુ શરીર માટે ફાયદારૂપ હોય છે.

મેંગો મઠો રેસીપ

ત્યારે અહીં તમને માર્કેટ જેવો જ મઠો બનાવવા માટેની સીક્રેટ ટીપ્સ આપીશું, માત્ર ચાર વસ્તુમાંથી જ મેંગો મઠો બની જશે.

સામગ્રી

500 ગ્રામ દહીં, એક પાકી કેરી, 1/2 ચમચી ઇલાયચી પાઉડર, ખાંડ (સ્વાદ અનુસાર) અને કેસર

મેંગો મઠો બનાવવાની રીત

મેંગો મઠો બનાવવા માટે સૌથી પહેલા દહીંને એક સુતરાઉ કાપડમાં બાંધીને 5-7 કલાક લટકાવી દો. જેથ તેમાં રહેલું પાણી નીકળી જાય.

મેંગો મઠો બનાવવાની રીત

બીજી તરફ એક મીક્સર જારમાં જરૂર પ્રમાણેની ખાંડ, ઈલાયચી પાઉડરનાંખીને પાઉડર બનાવી દો.

મેંગો મઠો બનાવવાની રીત

દહીંમાંથી એકદમ પાણી નીકળી જાય ત્યારે તેને એક બાઉલમાં કાઢા અને ફીણી દો. તેમાં ખાંડનું મીશ્રણ નાંખો અને સારી રીતે મીશ્ર કરો

મેંગો મઠો બનાવવાની રીત

દહીં અને ખાંડના મીશ્રણને લંગ્સ ન રહી જાય એવી રીતે ફીણવાનું છે. ત્યાર બાદ કેરીના કટકા કરીને તેમાં કેસર નાંખીને પ્યુરી બનાવી દો.

મેંગો મઠો બનાવવાની રીત

દહીં અને કાંડના મીશ્રણમાં કેરીની પ્યુરી નાંખીને મીક્સ કરો. અને ઉપરથી કેરીના થોડા કટકા પણ ઉમેરીને ફ્રિઝમાં ઠંડો થવા મુકી દો.

મેંગો મઠો બનાવવાની રીત

આમ તૈયાર થઈ જશે તમારો ફ્રેશ ફ્રેશ મેંગો મઠો. એક બાઉલમાં કાઢીને સર્વ કરો અને ડ્રાયફ્રૂટ વડે ગાર્નિસ કરો.