મોહનથાળ માં ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે, જે પ્રોટીનનો સારો સ્ત્રોત છે, આ ઉપરાંત તેમાં દૂધ અને માવો અને અન્ય ડ્રાયફ્રુટ્સ હોય છે જે ખુબજ ટેસ્ટી અને હેલ્થ માટે ગુણકારી માનવામાં આવે છે, અહીં જાણો મેંગો મોહનથાળ રેસીપી
250 ગ્રામ ચણા નો લોટ, 2 ચમચી દૂધ, 250 ગ્રામ ઘી, 400 ગ્રામ ખાંડ, 100 ગ્રામ માવો, 80 ગ્રામ કેરી નો પલ્પ, 20 ગ્રામ મિલ્ક પાઉડર,પાણી જરૂર મુજબ, 10-15 કેસર,1 ચમચી ચારોળી, 1 ચમચી ઈલાયચી, 1/2 ટીસ્પૂન જાયફળ પાઉડર
એક બાઉલ માં ચણા નો લોટ ચાળી લો. ઘી અને દૂધ ને મિક્સ કરી સહેજ ગરમ કરી લો.
પછી તેને ચણા ના લોટ ના ઉમેરી હળવા હાથે મિક્સ કરી લો. લોટ ને બે હથેળી ની વચ્ચે મસળી ને મિક્સ કરવું.
એક કડાઈ માં ઘી ગરમ કરી તેમાં મિલ્ક પાઉડર ઉમેરી 1-2 મિનિટ સેકી લો. પછી તેમાં કેરી નો પલ્પ ઉમેરી બરાબર મિક્સ કરી લો. પછી તેને બાઉલ માં કાઢી લો.
કડાઈ મા ઘી ગરમ કરી તેમાં ચણા નો લોટ ઉમેરી ગુલાબી કલર નો થાય ત્યાં સુધી શેકી લો.
ગેસ બંધ કરી મિશ્રણ ને સતત હલાવતા રહો પછી તેમાં માવો ઉમેરી બરાબર મિક્સ કરી લો.પછી પણ બધી વરાળ નીકળી જાય ત્યાં સુધી હલાવતા રહો.
એક પેન માં ખાંડ અને પાણી ઉમેરી 2.5 તાર ની ચાસણી બનાવી લો. કેસર ના તાંતણા ઉમેરી લો, તૈયાર ચાસણી ને શેકેલા ચણા ના લોટ ના મિશ્રણ મા ઉમેરી બરાબર મિક્સ કરી મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી હલાવતા રહો.
પછી તેમાં ઈલાયચી અને જાયફળ ઉમેરી બરાબર મિક્સ કરી લો થોડું ઠંડુ થાય પછી મનપસંદ શેપ માં કટ કરી લો અને તેને ચારોળી થી સજાવી લો.