કેરીની સિઝન ચાલી રહી છે. આ સમયમાં લોકો અલગ-અલગ વાનગીઓ બનાવીને ખાય છે.
અમે અહીં તમારા માટે કેરીના પરાઠાની રેસીપી લઇને આવ્યા છીએ. જેનો એકદમ ટેસ્ટી સ્વાદ આવશે.
પાકેલી કેરી, ઘઉંનો લોટ, એલાઇચી પાવડર, ખાંડ અથવા ગોળ, મીઠું, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ઘી અથવા તેલ, પાણી.
કેરીના પરાઠા બનાવવા માટે સૌપ્રથમ એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, મીઠું, એલાઇચી પાવડર, ઘી અને મૈશ કરેલી કેરી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
જો જરૂર પડે તો થોડું પાણી ઉમેરો અને બધી સામગ્રી સાથે નરમ લોટ બાંધી લો. આ લોટને ઢાંકીને 10-15 મિનિટ માટે બાજુ પર રાખો.
આ પછી લોટમાંથી નાના લુવા બનાવો અને ઉપર થોડું અટામણ લગાવીને પરાઠા વણી લો. ખાસ ધ્યાન રાખો કે પરાઠા વધારે પાતળા કે વધારે જાડા ન હોય.
આ પછી પરાઠાને ગરમ તવા પર મૂકો અને તેને બંને બાજુ આછા સોનેરી રંગના થાય ત્યાં સુધી શેકો. પરાઠાની બંને બાજુ થોડું ઘી અથવા તેલ લગાવો અને તે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો.
આ રીતે તમારા સ્વાદિષ્ટ કેરીના પરાઠા તૈયાર થઇ જશે. તમે તેને દહીં, અથાણું કે માખણ સાથે સર્વ કરી શકો છો.