Apr 11, 2025
કેરીનું અથાણું સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. ઉનાળામાં બનાવેલું કેરીનું અથાણું આખુ વર્ષ ચાલે છે. અહીં ગોળ કેરીનું ખટમીઠું અથાણું બનાવવાનું પરફેક્ટ રીત આપી છે.
કાચી કેરી, ગોલ, સીંગતેલ કે સરસવનું તેલ, અથાણાનો મસાલો, રાઇના કુરિય, મેથીના કુરિયા, હળદર પાઉડર, લાલ મરચા પાઉડર, આખા લાલ મરચા, મીઠું, વરિયાળી, હિંગ, લવિંગ,
કાચી કેરી કાપી પાણી ધોઇને કોરી થવા દો. કેરી પર મીઠું લગાવી ઢાંકીને એક દિવસ માટે રહેવા દો.
એક કડાઇમાં તેલ ગરમ કરો. તેમા તજ લવિંગ, હિંગ અને મરીનો વઘાર લગાવો. ત્યાર પછી લાલ મરચું અને હળદર પાઉડર, રાઇ અને મેથીના કુરિયા, મીઠું, વરિયાળી અને અથાણાનો મસાલો ઉમેરી સામગ્રી બરાબર મિક્સ કરી દો.
અથાણાના મસાલામાં ગોળના નાના નાના ટુકડા બરાબર મિક્સ કરો, તેથી ગોળ ઓગળવા લાગવા. ગોળ કેરીના ખટમીઠા અથાણા માટે જેટલા કિલો કેરી હોય તેના અડધા જેટલો ગોળ ઉમેરો.
ત્યાર પછી કાપેલી કાચી કેરીના ટુકડા ઉમેરી બધી સામગ્રી બરાબર મિક્સ કરો.
ગોળ કેરીના અથાણાને ચીનાઇ માટી કે કાચીના બરણીમાં ભરી લો.
જો અથાણામાં તેલ ઓછું હોય તો તેલ ગરમ કરી ઉપરથી ઉમેરી શકાય છે.
કેરીનું અથાણું બનાવવાામાં લગભગ 8 થી 10 દિવસ લાગે છે. અથાણું બરણીમાં ભરયા બાદ દરરોજ દિવસમાં 1 વખત હલાવવાનું છે. ગોળ સંપૂર્ણપણે ઓગળી જાય પછી જ કેરીનું અથાણું ખાવાનું શરૂ કરવું.