કેરીનો રસ આ રીતે સ્ટોર કરો, આખું વર્ષ ફ્રેશ રહેશે

May 05, 2025, 11:20 AM

કેરી

કેરી ઉનાળામાં આવતું ફળ છે. કેરી માંથી ઘણી વાનગી બને છે, ખાસ કેરીનો રસ સૌથી લોકપ્રિય છે. ઉનાળામાં આવતી કેરીને યોગ્ય રીતે સ્ટોર કરવાથી આખા વર્ષ સુધી ખાવાની મજા માણી શકાય છે.

મેંગો પલ્પ સાચવવાની રીત

અહીં કેરીનો પલ્પ સ્ટોર કરવાની સરળ રીત આપી છે. આ રીતે સ્ટોર કરેલો મેંગો પલ્પ લાંબા સુધી ફ્રેશ રહે છે, સાથે સાથે સ્વાદ પણ તાજી કેરી જેવો જ આવે છે.

મેંગો પલ્પ સ્ટોર કરવાની રીત

મેંગો પલ્પ સ્ટોર કરવા માટે બજારમાંથી પાકેલી કેરી ખરીદવી. હંમેશા ડાઘ વગરની કેરી ખરીદવી.

મેંગો પલ્પ સ્ટોર ટીપ્સ

કેરીને પાણીમાં 1 કલાક સુધી પલાળી રાખો. આમ કરવાથી કેરી અંદરથી ઠંડી થાય છે. જો કેરી કેમિકલમાં પકવેલી હશે તો પાણીમાં સાફ થઇ જશે.

મેંગો પલ્પ સાચવવાની રીત

હવે કેરીની છાલ કાઢી નાના નાના ટુકડા કરો.

મેંગો પલ્પ સ્ટોર ટીપ્સ

મિક્સર જારમાં કેરીના ટુકડા નાંખી એકદમ ઘટ્ટ પેસ્ટ બનાવો. એક વાતનું ધ્યાન રાખો મેંગો પલ્પ બનાવતી વખતે તેમા પાણી, દૂધ કે ખાંડ ઉમેરવી નહીં.

મેંગો પલ્પ સ્ટોર ટીપ્સ

મેંગો પલ્પમાં કેરીના કોઇ ટુકડા ન રહે તેનું ધ્યાન રાખો. આની માટે મેંગો પલ્પને ચાળણી વડે ગાળી લો. જો કોઇ ટુકડા રહી ગયા હોય તો મિક્સર જારમાં ફરી પીસી લો.

મેંગો પલ્પ સ્ટોર ટીપ્સ

આ રીતે તૈયાર કરેલા મેંગો પલ્પને એર ટાઇપ પ્લાસ્ટિક કે કાચની બોટલમાં ભરી ફ્રિજરમાં મૂકી રાખો. આ મેંગો પલ્પ 6 મહિનાથી 1 વર્ષ સુધી ફ્રેશ રહેશે.

મેંગો પલ્પ સ્ટોર ટીપ્સ

હવે કેરીનો રસ ખાવાની ઇચ્છા થાય ત્યારે મેંગો પલ્પમાં દૂધ કે પાણી ઉમેરી મેંગો જ્યુસ બનાવો. તેમા ખાંડ પણ ઉમેરી શકાય છે.