કેરીની મજેદાર ક્રીમી મેંગો રબડી રેસીપી, ખાતા રહી જશો !

May 02, 2025, 03:54 PM

ઉનાળા (summer) ની ઋતુ આવતાની સાથે જ આપણને બધાને કંઈક ખાસ ખાવાનું મન થાય છે, આવી સ્થિતિમાં ઉનાળામાં કેરીનો સ્વાદ સૌથી ખાસ હોય છે.

કેરી માત્ર તેના સ્વાદ માટે જ પ્રખ્યાત નથી, પરંતુ તે કેરીનો રસ, કેરીનું અથાણું અને કેરી આઈસ્ક્રીમ જેવી ઘણી રીતે પણ ખાવામાં આવે છે. અહીં કેરીમાંથી રબડી બનાવાની રેસીપી શેર કરી છે.

મેંગો રબડી અદ્ભુત અને શાહી મીઠી વાનગી છે જે ખાસ કરીને ઉનાળામાં ખૂબ બનાવામાં આવે છે. અહીં જાણો સરળ મેંગો રબડી રેસીપી

મેંગો રબડી રેસીપી સામગ્રી

1/2 ફુલ ક્રીમ દૂધ, 1 કપ (પાકેલી) કેરી, ખાંડ સ્વાદ મુજબ, 5-6 કેસરના તાંતણા, 1/2 ઈલાયચી પાવડર, (ડ્રાયફ્રૂટ્સ - સમારેલા બદામ, પિસ્તા અને કાજુ)

મેંગો રબડી રેસીપી

સૌ પ્રથમ દૂધને એક તપેલીમાં ધીમા તાપે ઉકાળો, દૂધ લગભગ અડધું થઈ જાય ત્યાં સુધી તેને કુક કરતા રહો.

મેંગો રબડી રેસીપી

ત્યારબાદ તેમાં ખાંડ અને ઈલાયચી પાવડર ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. આ પછી તેના ઉપર કેસર ઉમેરો.

મેંગો રબડી રેસીપી

હવે ગેસ બંધ કરો અને રબરીને થોડા સમય માટે ઓરડાના તાપમાને ઠંડુ થવા દો અથવા તેને ઠંડુ થવા માટે ફ્રિજમાં મૂકો.

મેંગો રબડી રેસીપી

જ્યારે રબડી સંપૂર્ણપણે ઠંડી થઈ જાય, ત્યારે તેમાં સમારેલી કેરીના ટુકડા ઉમેરો. ધ્યાનમાં રાખો કે કેરી અને દૂધ બંને ઠંડા હોવા જોઈએ, નહીં તો દૂધ જામી શકે છે.

મેંગો રબડી રેસીપી

ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લો, તેના ઉપર સમારેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરો અને ઠંડા મેંગો રબડી બધાને સર્વ કરો.

કેરીમાંથી બનાવો ખાટા મીઠા મોમોઝ, બાળકો બહારના ભૂલી જશે!