ફાલસાનો રસ પીવાથી સનબર્ન અને હીટ સ્ટ્રોકથી સામે રક્ષણ મળી શકે છે.
ઉનાળો પૂરો થવાને થોડા દિવસો બાકી છે, ત્યારે કેરી બજારમાં ખુબજ જોવા મળી રહી છે. કેરીમાંથી ઘણા વાનગી બનાવી શકાય છે, જેમાં રસથી લઈને શ્રીખંડ અને આઈસ્ક્રીમ વગેરે
કેરીમાંથી અનેક વાનગી બનાવી શકાય છે જેમાં કેરીના રસથી લઈને આઈસ્ક્રીમ, શ્રીખંડ વગેરે, પરંતુ ઇન્સ્ટાગ્રામ પર ઇન્ફ્લ્યુઇન્સર ઓમકાર પવારે એક ફેમસ ગુજરાતી સ્ટાઇલ મેંગો ફજેતોની રેસીપી શેર કરી છે, જાણો રેસીપી
2 કેરી, 2 ચમચી ચણાનો લોટ, 1 બાઉલ દહીં, જરૂર મુજબ પાણી, લાલ મરચું પાઉડર, હળદર, હિંગ અને સ્વાદ અનુસાર મીઠું.
રાઈ, જીરું, સૂકા લાલ મરચા, મેથીના દાણા, હિંગ, આદુ લસણની પેસ્ટ, મીઠા લીમડાના પાન અને ગાર્નિશિંગ માટે કોથમીર
સૌ પ્રથમ એક બાઉલમાં દહીં મિક્ષ કરો,તેમાં ચણાનો લોટ, કેરીની પ્યુરી ઉમેરો, તેમાં જરૂર મુજબ પાણી, લાલ મરચું પાઉડર, હળદર અને મીઠું ઉમેરી બરોબર મિક્ષ કરો.
વઘાર માટે એક પેનમાં તેલ ગરમ કરો, રાઈ, જીરું નાખો તે તતડે એટલે એમાં હિંગ, સૂકા લાલ મરચા, મેથીના દાણા,આદુ લસણની પેસ્ટ અને મીઠા લીમડાના પાન ઉમેરો.
આ ગુજરાતી સ્ટાઇલ મેંગો ફજેતો અથવા મેંગો કઢીને 10-15 મિનિટ સુધી ઉકળવા દો. ત્યારબાદ થઇ જાય એટલે કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.