રોજ સાદા ભાત ખાઈને કંટાળી ગયા છો તો બનાવો સાઉથ ઈન્ડિયન મેંગો રાઈસ

Apr 15, 2025, 10:44 AM

મેંગો રાઈસ

સાઉથ ઈન્ડિયન ડિશ લેમન રાઈસ, કકોનટ રાઇસ મેંગો રાઇસ એક દક્ષિણ ભારતની વાનગી છે. જેના રાંધેલા ભાત અને કાચી કેરીમાંથી બનાવવામાં આવે છે.

મેંગો રાઈસ

રોજ સાદા ભાત કાઈને કંટાળી ગયા હોવ તો મેંગો રાઇસ ટ્રાય કરવા જોઈએ. મેંગો રાઇસનો સ્વાદ ચટપટ અને ખાટોમીઠો આવે છે. ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે.

મેંગો રાઈસ

ઉનાળાની સિઝનમાં માર્કેટમાં કાચી કેરી ભરપૂર આવી ગઈ છે ત્યારે દરેક ઘરમાં કેરી આવતી હોય ત્યારે આ રેસીપી બનાવવી એકદમ સરળ છે.

મેંગો રાઇસ રેસીપી સામગ્રી

એક કપ ચોખા, એક કાચી કેરી, રસોડામાં રહેલા મસાલિયાના મસાલા, ખાંડ, સિંગદાણા, મીઠા લીંમડાના પાન, લીલા ધાણા.

મેંગો રાઈસ બનાવવાની રીત

સૌથી પહેલા એક કપ ચોખાને પાણીમાં 15-20 મિનિટ પલાળી રાખ્યા બાદ. ઉકળતા પાણીમાં નાંખીને ભાત બનાવીને બાજુ પર રાખી દો.

મેંગો રાઈસ બનાવવાની રીત

બીજી બાજુ કાચી કેરીને સારી રીતે ધોઈને મખણી વડે છીણી દો. અને થોડી વાર પાણીમાં પલાળી રાખો.

મેંગો રાઈસ બનાવવાની રીત

ત્યારબાદ એક કઢાઈમાં ઘી કે તેલ લો અને તેમાં રાઈ, હીંગ અને મીઠા લીંમડાના પાન નાખો. ત્યારબાદ છીણેલી કાચી કેરી નાંખો.

મેંગો રાઈસ બનાવવાની રીત

હવે સારી રીતે હલાવો અને કેરીને પાકવા દો. થોડીવાર પછી તેમાં જરુર પ્રમાણે મીઠું, હળદર, મરચું, ધાણાજીરું પાઉડર નાંખો.અને મીક્સ કરો.

મેંગો રાઈસ બનાવવાની રીત

કેરીની ખટાશ થોડી ઓછી કરવા માટે ઉપરથી ખાંડ નાંખી હલાવો. ત્યારબાદ રાંધેલા ભાત નાંખીને સારી રીતે મીક્સ કરી દો.

મેંગો રાઈસ બનાવવાની રીત

થોડીવાર પાકવા દો આમ તૈયાર થઈ જશે તમારા મેંગો રાઇસ. એક ડીસમા આ રાઈસ કાંઢીને ઉપર કેરીની ચીપ્સ મુકો અને કાપેલા લીલા ધાણા મુકીને સર્વ કરો.