Mango Sandwich Recipe : ઘરે બનાવો ઠંડી ઠંડી મેંગો સેન્ડવીચ, બાળકોને મજા પડી જશે

Apr 14, 2025, 10:16 AM

મેંગો સેન્ડવીચ

ઉનાળો શરૂ થતાં જ માર્કેટમાં કેરી આવી જાય છે. અને લોકો કેરીમાંથી રસ ઉપરાંત અલગ અલગ વાનગીઓ બનાવતા હોય છે.

મેંગો સેન્ડવીચ

કેરી ખાવાનો એક અલગ જ આનંદ છે અને જ્યારે તમે તેની સાથે કંઈક નવું ટ્રાય કરો છો ત્યારે આનંદ બમણો થઈ જાય છે.

મેંગો સેન્ડવીચ

તમારે ચોક્કસપણે મેંગો સેન્ડવિચ ટ્રાય કરવી જોઈએ, જે તમને કેરીનો નવો સ્વાદ આપશે. આ મેંગો સેન્ડવીચ ડેઝર્ટ તમને ઉનાળામાં ઠંડી અને મીઠી લાગશે.

મેંગો સેન્ડવીચ

અહીં મેંગો સેન્ડવીચ બનાવવાની ખૂબ જ સરળ રેસિપી લાવ્યા છીએ. ચાલો જાણીએ કે તમે કેવી રીતે સરળતાથી મેંગો સેન્ડવીચ બનાવી શકો છો.

સામગ્રી

કેરીના ટુકડા - 10, ક્રીમ/દહીં - 1 વાટકી, પાઉડર ખાંડ - 1 ચમચી, મેંગો પ્યુરી - 1 ચમચી, એલચી પાવડર - 1/2 ચમચી

મેંગો સેન્ડવિચ બનાવવી રીત

મેંગો સેન્ડવીચ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં ક્રીમ/ગ્રીક દહીં, એલચી પાવડર, ખાંડ અને કેરીની પ્યુરી ઉમેરો.

મેંગો સેન્ડવિચ બનાવવી રીત

પછી બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. આ પછી આ મિશ્રણને ઠંડુ થવા માટે ફ્રીજમાં રાખો.

મેંગો સેન્ડવિચ બનાવવી રીત

હવે બ્રેડના ટુકડા લો અને તેની બ્રાઉન કિનારી કાપી લો. મિશ્રણ ઠંડું થયા પછી આ ક્રીમના મિશ્રણને બ્રેડના ટુકડા પર સારી રીતે ફેલાવો.

મેંગો સેન્ડવિચ બનાવવી રીત

દરેક બ્રેડ પર 4-5 કેરીના ટુકડા મૂકો અને બીજી બ્રેડની સ્લાઈસ સાથે સેન્ડવીચ બનાવો. આ પછી આ સેન્ડવિચને એક કલાક ઠંડુ થવા માટે ફ્રીજમાં રાખો.

મેંગો સેન્ડવિચ બનાવવી રીત

આમ તૈયાર થઈ જશે તમારી સ્વાદિષ્ટ મેંગો સેન્ડવીચ, એક કલાક પછી, તેને બહાર કાઢો અને તેને સર્વ કરો.