ઉનાળો આવે ત્યારે કાચી અને પાકી કેરીની વાનગીઓ દરેક ઘરમાં બનવાનું શરુ થઈ જતું હોય છે.
કાચી કેરીની ચટણી મોટાભાગે દરેક ઘરમાં બનતી હોય છે ત્યારે કાચી કેરી અને ટામેટાની ચટણી પણ બનાવી શકાય.
કાચી કેરી ટામેટાની ચટણી એટલી સ્વાદિષ્ટ બને છે કે તેની સામે શાક પણ ફૂકું લાગશે. ચાલો જાણી રેસીપી
કાચી કેરી, ટામેટા, લસણ, ફૂદીના પત્તા, કોથમીર, ડુંગળી, અડધી ચમચી મીઠું, અડધી ચમચી ચાટ મસાલો, લાલ મરચું પાઉડર, દાણા પાઉડર, તેલ, ગોળ કે ખાંડ.
સૌથી પહેલા કાચી કેરીને ધોઈને બે ભાગ કરી લેવા, ગોટલીનો ભાગ કાઢી લેવો, બે ટામેટાને પણ બે ભાગમાં કાપી લેવા, 5-6 લસણની કળીયો ફોલી દેવી.
ત્યારબાદ એક પેનમાં બેથી ત્રણ ચમચી તેલ લેવું. અને કેરી, ટામેટાના કટકા એક બાજુ સરખા ગોઠવી દેલા અને લસણની કળીયો પણ તેનમાં રાખી દેવી.
એકબાજુનો ભાગ ચડી જાય ત્યારબાદ કેરી ટામેટાના કટકાના ઊંધા કરી દેવા અને 3-4 મિનિટ સુધી ઢાંકીને ચડવા દેવું. બધુ ચડી જાય પછી ગેસ બંધ કરી ઠંડુ થવા દો.
કેરી અને ટામેટા ઠંડા થયા બાદ તેની છાલ કાઢી દો અને એક ક્રશરમાં નાંખો. લસણ પણ તેમાં નાખો. ઝીણી કાપેલી ડુંગળી પણ ક્રશરમાં નાંખો.
ત્યારબાદ ઉપરથી ફૂદીનાના પાન, લીલા ધાણા, અડધી ચમચી મીઠું, ચાટ મસાલો, લાલ મરચું પાઉડર, ધાણા પાઉડર ઉમેરીને મોટું મોટું ક્રસ કરી દો.
જેને ચટણીની ખટાશ ઓછી કરવી હોય તે તેમાં ખાંડ કે ગોળ ઉમેરી શકો છો. આમ તૈયાર થઈ જશે તમારી કાચી કેરી ટામેટાની ચટપટી ચટણી.