ભજીયા લોકપ્રિય વાનગી છે. મેથીના ગોટા, દાળ વડા, બટાકા વડા વગેરે વિવિધ પ્રકારના ભજીયા બને છે. અહી એક યુનિક રીતે લીલા મરચાના ભજીયા બનાવવાની રીત જણાવી છે.
કાઠિયાવાડી મરચાના પટ્ટી ભજીયા લીલા મરચા માંથી બને છે. આજકાલ મરચાના પટ્ટી ભજીયા વડપાંવ સાથે વેચાય છે. અહીં મરચાના પટ્ટી ભજીયા બનાવવાની રેસીપી આપી છે.
ચણાનો લોટ, લાંબા લીલા મરચા, તેલ, ખાવાનો સોડા કે ઇનો, આદુ અને લીલા મરચાની પેસ્ટ, કાળા મળી પાઉડર, પાણી, લાલ મરચા પાઉડર
મરચાના પટ્ટી ભજીયા બનાવવા માટે સૌથી પહેલા લાંબા અને જાડા લીલા મરચાને પાણીમાં ધોઇ પછી તેને લાંબી લાંબી સ્લાઇસમાં કાપી. મરચાની વચ્ચેનો બીયાં વાળા ભાગ કાઢી લો.
એક તપેલીમાં ચણાનો લોટ લો, તેમા ખાવાનો સોડા કે ઇનો, 1 ચમચી તેલ, આદુ લીલા મરચાની પેસ્ટ, લાલ મરચા પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધી સામગ્રી મિક્સ કરો.
હવે તેમા કાપેલા લીલા મરચા અને થોડુંક પાણી ઉમેરી ભજીયા માટે બેટર બનાવો. મરચા પર ચણાનું કોટિંગ થાય તેવી તેવી બેટર બનાવવું.
ગેસ પર એક પેનમાં તેલ ગરમ કરો. તેલ બરાબર થયા બાદ જ પટ્ટી મરચા તળવા
તેલ ગરમ થયા બાદ પટ્ટી મરચા ભજીયા તળો. ભજીયા ક્રિસ્પી બને તેની માટે સફેદ બ્રાઉન થાય ત્યાં સુધી તળવા.
ગરમા ગરમ મરચાના પટ્ટી ભજીયા લીલી અને લાલ ચટણી કે સોશ અને કાપેલી ડુંગળી સર્વ કરો.