ઉનાળામાં છાશનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખશે આ મેજીક ક્યુબ

Apr 24, 2025, 10:22 AM

મસાલા છાશ મેજીક ક્યુબ

ઉનાળામાં છાશ પીવી ખુબ જ લાભદાયી છે. છાશ ગરમીમાંથી રક્ષણ આપે છે.

મસાલા છાશ મેજીક ક્યુબ

જો તમે ઉનાળામાં સાદી છાશ પીને કંટાળી ગયા છો તો તમે છાશમાં આ મેજીક ક્યુબ નાંખીને છાશનો સ્વાદ વધારી શકો છો.

મસાલા છાશ મેજીક ક્યુબ

આ મેજીક ક્યુબ સાથેની છાશ પીવાથી ડાયજેસ્ટ સિસ્ટમ સારી રહેશે, ગરમીમાં રક્ષણ મળશે, તબિયત સારી રહેશે.

મસાલા છાશ મેજીક ક્યુબ

આ મેજીક ક્યુબ બનાવવું એકદમ સરળ છે અને મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકાય છે.

સામગ્રી

લીલા ધાણા, ફુદીના, લીલા મરચા,સંચળ, મીઠું, ધાણાજીરું, ચાટ મસાલા, મીઠા લીમડાના પાન, લીંબું, આદું

મેજીક ક્યુબ બનાવવાની રીત

સૌથી પહેલા લીલા ધાણા અને ફુદીનાના પાન અલગ કરીને ધોઈ દો. અને એક મીક્સર જારમાં રાખો.

મેજીક ક્યુબ બનાવવાની રીત

ત્યાર બાદ તેમાં બે ત્રણ લીલા મરચા, સંચળ, મીઠું, ધાણાજીરં, ચાટ મસાલા, ચાર પાંચ મીઠા લીમડાના પાન, આદુના ટુકડા અને પછી એક લીંબુ નીચોવી દો.

મેજીક ક્યુબ બનાવવાની રીત

હવે મીક્સર ચલાવીને એકદમ ફાઈન પેસ્ટ બનાવી દો. આ મીશ્રણને એક આઈસ ક્યૂબ પ્લેટમાં કાઢો.

મેજીક ક્યુબ બનાવવાની રીત

હવે ડીપ ફ્રીઝરમાં સેટ થવા માટે મુકી દો. અને જ્યારે ઈચ્છા થાય ત્યારે એક કપ છાસમાં એક ક્યુબ નાંખીને મસાલા છાશનો આનંદ લો.