Masala chhash recipe : છાશમાં મસાલેદાર ટ્વીસ્ટ માટે મીક્સ કરો આ વસ્તુ

Apr 01, 2025, 01:14 PM

મસાલા છાશ રેસીપી

ઉનાળો શરુ થયો છે અને ગરમી પણ પડવાની શરૂ થઈ છે ત્યારે લોકો ગરમીથી બચવા માટે અલગ અલગ પીણા પીતા હોય છે.

મસાલા છાશ રેસીપી

ગરમીની મોસમમાં ઠંડી ઠંડી છાશ બોડીને રિફ્રેશ કરવાની સાથે સાથે સ્વસ્થ્ય પણ સુધારે છે.

મસાલા છાશ રેસીપી

જો તમે સાદી છાશ પીને બોર થયા હોવ તો છાશમાં થોડી વસ્તુ ઉમેરીને મસાલેદાર ટ્વિસ્ટ આપી શકો છો.

મસાલા છાશ રેસીપી

સાદી છાશમાં થોડી વસ્તુઓ મીક્સ કરીને તમે છાશના સ્વાદને વધારે બૂસ્ટ કરી શકો છો. તો ચાલો જાણીએ.

મસાલા છાશની સામગ્રી

એક કપ દહીં, 1 ટેબલ સ્પૂન લીધા ધાણા ઝીંણા કાપેલા, 2 નાના લીલા મરચા ઝીંણા કાપેલા, સંચળ

મસાલા છાશની સામગ્રી

મીઠું, 1/2 કપ પાણી, એક ચપટી ચાટ મસાલો, 4-5 ફૂદીના પાન, 1/2 ટી સ્પૂન સેકેલું જીરું પાઉડર

છાશને આ રીતે આપો ટ્વીસ્ટ

એક મીક્સર બાઉલમાં દહીં, ઝીંણા કાપેલી કોથમિર, ઝીંણા કાપેલા લીલા મરચા, અને ફુદીનાના પાન લો. તેમાં સંચળ, જીરું પાઉડર અને મીઠું મીક્સ કરો.

છાશને આ રીતે આપો ટ્વીસ્ટ

ત્યારબાદ દહીંમાં થોડું પાણી મીક્સ કરો અને મીક્સર ચલાવીને સારી રીતે ગ્રાઈન્ડ કરી લો. તમે ઈચ્છો તો બ્લેડર વડે પણ મીક્સ કરી શકો છો.

છાશને આ રીતે આપો ટ્વીસ્ટ

હવે છાશને કાચના ગ્લાસમા કાઢો અને ઉપરથી ચપટી ચાટ મસાલો નાંખો અને લીલા ધાણા કે ફૂદીના પાનથી ગાર્નિસ કરો.