મસાલા ઢોસા રેસીપી, ઘરે આવી રીતે બનાવો હોટલ જેવો આવશે ટેસ્ટ

Feb 28, 2025, 10:39 PM

મસાલા ઢોસાએ દક્ષિણ ભારતની વાનગી છે. જોકે તેને ગુજરાતમાં ખૂબ મોજથી ખવાય છે.

તમે ઘરે પણ બહાર જેવા મસાલા ઢોસા બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

મસાલા ઢોસા સામગ્રી

ચોખા, અડદ દાળ, ચણા દાળ, મેથી, બટાકા, ડુંગળી, લાલ મરચું, લીલા મરચા, જીરુ પાઉડર, હળદર, મીઠું, મીઠો લીમડો, રાઈ, મીઠો લીમડો, પાણી.

ઢોસાનું ખીરુ બનાવવાની રીત

મસાલા ઢોસા બનાવવા માટે સૌ પ્રથમ ઢોસાનું ખીરું બનાવવા માટે ચોખાને સાફ કરી પાણીથી બરોબર ધોઈ લો. આ પછી એક તપેલીમાં 4-5 ગ્લાસ પાણી નાખી ચોખાને આખી રાત પલાડી મુકો

બીજી તપેલીમાં અડદ દાળ, મેથી લઇ ધોઈ લ્યો ને 4-5 ગ્લાસ પાણી નાખી આખી રાત પલાડી મુકો, હવે પલાળેલા ચોખા ને મિક્સર જારમાં લઇ જરૂર પ્રમાણે પાણી નાખી પીસીને ઘટ્ટ પેસ્ટ બનાવો.

આ પછી મિક્સર જારમાં અડદ દાળ અને મેથી નાખી જરૂર પ્રમાણે પાણી નાખી પીસી ને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. હવે બને પીસેલી દાળને ચોખાના મિશ્રણને બરોબર મિક્સ કરી લો. તૈયાર મિશ્રણને 3-5 કલાક ઢાંકણ ઢાંકી બંધ કરી ગરમ જગ્યાએ મુકો જેથી એમાં આથો આવી જાય.

ઢોસાનું શાક બનાવવાની રીત

ઢોસાની સાથે બટાકાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો. આ પછી તેમાં રાઈ, મીઠો લીમડો ને લીલા મરચા નાખી થોડીક મિનિટ શેકો ત્યાર બાદ એમાં સુધારેલી ડુંગળી નાખી 5-7મિનિટ સેકો.

આ પછી એમાં હળદર, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ત્યાર બાદ એમાં બાફેલા બટાકા નાખી મિક્સ કરોને બટાકા નો મસાલો તૈયાર થઇ જશે.

મસાલા ઢોસા બનાવવાની રીત

આથો આવેલા મિશ્રણમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો, હવે ગેસ પર એક નોન સ્ટિક પેન ગરમ કરવા મૂકો. સ્ટિક પેન ગરમ થાય એટલે વાટકી વડે તમે જેટલો મોટો ફેલાવી સકો એટલો મોટો ગોળ ગોળ ફેરવીને ઢોસા બનાવી લો.

બધી બાજુ થી ક્રિસ્પી સેકી લો અને ઢોસો બરોબર શેકાઈ જાય એટલે તેમા બટાકા નો મસાલો મુકી ઢોસા ને ગરમ ગરમ પીરસો. આ ઢોસાને તમે સંભાર કે ચટણી સાથે ખાઇ શકો છો