ઘઉંનો લોટ, હળદર પાઉડર, લાલ મરચું પાવડર, તલ અને ધાણા જીરું પાવડર, જરૂર મુજબ તેલ અને જરૂર મુજબ મીઠું
સૌ પ્રથમ રેગ્યુલર જરૂર મુજબ પાણી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને ઘઉંનો લોટ બાંધો.
લોટને 10 મિનિટ સુધી રેસ્ટ આપો, ત્યારબાદ એમાંથી રોટલી વણો, તેમાં સહેજ તેલ ગ્રીસ કરો.
હવે તેમાં સ્વાદ અનુસાર હળદર પાઉડર, લાલ મરચું પાવડર, તલ અને ધાણા જીરું પાવડર નાખો.
હવે રોટલી ફોલ્ડ કરી અને ફરીથી વણી લો, હવે એક પેન ગરમ કરો. તેમાં જરૂર મુજબ તેલ નાખો અને મસાલા પરાઠાને બન્ને સાઈડ શેકી લો.
મસાલા પરાઠા બન્ને સાઈડ સારી રીતે શેકાઈ જાય એટલે તવી પરથી ઉતારી ગેસ બંધ કરો અને પરાઠા ચા અથવા અન્ય ચટણી અથવા તમે દહીં સાથે પણ સર્વ કરી શકો છો.