5-6 આખા લાલ મરચાં, 4-5 કાજુ, 2 ઇંચ આમલી, 2 ચમચી ધાણાજીરું ,1/2 ચમચી આખા મરી, 1 ચમચી જીરું, 1/2 ચમચી મેથીના દાણા, જરૂર મુજબ ઘી અને સ્વાદ અનુસાર મીઠું
આખા લાલ મરચાં અને કાજુને ગરમ પાણીમાં પલાળી દો. આમલીને ગરમ પાણીમાં અલગથી પલાળી રાખો (પલ્પ અથવા પાણી બનાવવા માટે તેને નિચોવી લો).
હવે એક કડાઈમાં કેટલાક સૂકા મસાલા શેકી લો. જેમાં ધાણાજીરું, મરી, આખું જીરું અને ચપટી મેથી શેકી લો.
હવે મશરૂમને સમારો તે પહેલાં તેને સારી રીતે સાફ કરો. હવે એક પેનમાં 1 ચમચી ઘી નાખી મશરૂમને 3-4 મિનિટ માટે સાંતળો, તેને બાજુ પર રાખો.
હવે એક મિક્સર જારમાં પલાળેલા લાલ મરચાં અને કાજુની સાથે શેકેલા સૂકા મસાલા અને લસણની 4-5 કળીઓ અને આમલીનું પાણી ઉમેરીને ઝીણી પેસ્ટ બનાવી લો.
હવે એ જ પેન લો અને તેમાં 2 ચમચી ઘી ઉમેરો અને પેસ્ટ ઉમેરો, હવે ઘી છૂટું ન પડે ત્યાં સુધી તેને સારી રીતે સાંતળો.તેને સારી રીતે મિક્ષ કરવા માટે થોડું પાણી ઉમેરો.
તેમાં મીઠા લીમડાના પાન અને તળેલા મશરૂમ ઉમેરીને બરાબર મિક્ષ કરો,સ્વાદ મુજબ મીઠું નાખો અને ગરમાગરમ મશરૂમ સબ્જી પરાઠા સાથે સર્વ કરો.