Aug 18, 2025
1 કપ સૂકા સફેદ વટાણા, 1 નાની ડુંગળી, બારીક સમારેલી, 1 સમારેલું નાનું ટામેટા, 2-3 લીલા મરચાં, છીણેલું 1 ચમચી આદુ,1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી ચાટ મસાલા, 1/2 ચમચી જીરું પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/4 ચમચી કાળું મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી તાજા સમારેલા કોથમીર
સફેદ વટાણા પલાળીને બાફી લો, બફાઈ જાય એટલે વધારાનું પાણી નિતારી લો અને રાંધેલા વટાણા બાજુ પર રાખો.
હવે વટાણાનું મિશ્રણ તૈયાર કરો, એના માટે એક મિક્સિંગ બાઉલ અથવા પેનમાં બાફેલા વટાણા ઉમેરો.
એમાં ડુંગળી, લીલા મરચાં, આદુ, લીંબુનો રસ, ચાટ મસાલો, જીરું પાવડર, લાલ મરચું પાવડર, કાળું મીઠું અને રેગ્યુલર મીઠું ઉમેરો.
બધું મિશ્રણ સારી રીતે મિક્સ કરો, મિશ્રણ ઘટ્ટ કરવા માટે વટાણાને થોડા મેશ કરો.સમારેલી કોથમીર ઉમેરો, સ્વાદ પ્રમાણે મસાલા અને લીંબુનો રસ ઉમેરો.
તવાને ગરમ કરો અને જો તમે ઈચ્છો તો કુલચામાં થોડું ઘી નાખીને ગરમ કરો અને મટર કુલચાને ગરમ ગરમ સર્વ કરો.