મટર પનીર એક સ્વાદીષ્ટ શાક છે. આ શાક મોટાભાગના લોકોનું મનપસંદ હોય છે.
હોટલ કે ઢાબામાં બનતા શાકનો સ્વાદ ઘણો ટેસ્ટ હોય છે. તમે ઘરે પણ આવું સ્વાદીષ્ટ શાક બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
લીલા વટાણાના દાણા, પનીર, ડુંગળી, લીલું મરચું, લસણની કળી, આદુ, ટામેટા, કાજુ, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, ગરમ મસાલા પાઉડર, તેલ અથવા ઘી, મીઠું, પાણી
ડુંગળી, લીલા મરચાં, આદુ અને લસણને મિકસરમાં પીસીને ઝીણી પેસ્ટ બનાવો. ટામેટાંની પ્યુરી બનાવવા માટે ટામેટાંને મિકસરમાં પીસી લો. કાજુ પાણીની સાથે મિકસરમાં મુલાયમ થાય ત્યાં સુધી પીસી લો
એક કડાઈમાં મધ્યમ આંચ પર તેલ ગરમ કરો. ડુંગળીની પેસ્ટ અને મીઠું નાખો. તેને ચમચાથી હલાવીને તેલ અલગ થવા ન લાગે ત્યાં સુધી પકાવો. આ પછી તેમાં ટામેટાંની પ્યુરી નાખો અને પકાવો.
આ પછી તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, ગરમ મસાલા પાઉડર અને મીઠુ નાખોં. તેને ચમચાથી સતત હલાવીને એક મિનિટ માટે પકાવો. તેમાં કાજુની પેસ્ટ નાખો.
તેને ચમચાથી હલાવીને 1-2 મિનિટ માટે પકાવો. તેમાં બાફેલા વટાણા અને પાણી નાખો. તેને બરાબર મિક્સ કરો અને 2-3 મિનિટ માટે પકાવો.
તેમાં પનીરના ટુકડા નાખો અને થોડીવાર માટે પકાવો. ગેસ બંધ કરો અને તૈયાર મટર પનીરને એક બાઉલમાં કાઢો.
મટર પનીરને બટર કુલ્ચા, રોટલી, ભાર કે પુરી સાથે સર્વ કરી શકો છો.