માવા મટકા કુલ્ફી ઘરે બનાવો, ટેસ્ટ એવો કે બહારની કુલ્ફી ભૂલી જશો

Apr 11, 2025, 07:48 PM

ગરમી

ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીમાં કુલ્ફી, આઈસક્રીમ જેવા ઠંડા પદાર્થો ખાવા જોઈએ.

મટકા કુલ્ફી ઘરે બનાવો

બજારમાં મળતી કુલ્ફી ક્યારેય અનહેલ્ધી હોય છે. આવા સંજોગામાં તમને ઘરે જ માવા મટકા કુલ્ફી બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.

માવા મટકા કુલ્ફી સામગ્રી

દૂધ, કસ્ટલ પાઉડર, ઇલાયચી પાઉડર, ડ્રાયફ્રૂટ્સ, ખાંડ.

માવા મટકા કુલ્ફી બનાવનાની રીત

સૌ પ્રથમ એક બાઉલમા દૂધ કાઢો અને તેમાં કસ્ટલ પાઉડર નાખો. તમે કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો.

સ્ટેપ 2

આ પછી ગેસ પર એક કડાઇ મુકી તેમાં ખાંડને ગરમ કરીશું. પાણી નાખવાનું નથી. થોડીવાર પછી ખાંડ પીગળી જશે. બ્રાઉન થાય ત્યાં સુધી પીગળવા દેવી.

સ્ટેપ 3

આ પછી તેમાં દૂધ ઉમેરવું અને સતત હલાવતા રહેવું. થોડું દૂધ બળી જાય અને ખાંડના ગઠ્ઠા ના રહે ત્યાં સુધી હલાવવું.

સ્ટેપ 4

આ પછી એક વાટકામાં કાઢી રાખેલું કસ્ટલ પાઉડરવાળું દૂધ ઉમેરવું અને ધીમા ગેસે સતત હલાવતા રહેવું. એકદમ ઘટ્ટ થઇ જાય પછી ગેસ પરથી ઉતારી લેવું.

સ્ટેપ 5

આ મિશ્રણને ઠંડું થવા દેવું. આ પછી તેમાં ઇલાયચી પાઉડર, ડ્રાયફ્રૂટ્સ નાખવા. તેને મટકામાં ભરી સિલ્વર ફોઈલથી બંધ કરી દેવું.

કુલ્ફી સર્વ કરો

આઠથી દસ કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા દેવું. આ પછી માવા મટકા કુલ્ફીને સર્વ કરી શકો છો.