Mawa Chikki Recipe | માવા વગર બનતી સ્વાદિષ્ટ માવા ચીક્કી

Jan 09, 2025, 04:03 PM

સામગ્રી

500 ગ્રામ સીંગદાણા, 300 ગ્રામ ગોળ, જરૂર મુજબ પાણી, 2 ચમચી ઘી

માવા ચીક્કી રેસીપી

સૌ પ્રથમ 500 ગ્રામ જેટલા સીંગદાણા લો, બધા સીંગદાણાને સારી રીતે શેકી લો.

માવા ચીક્કી રેસીપી

સીંગદાણા સારી રીતે શેકાઈ જાય એટલે ઠંડા થવા દો અને બધા કોતરા કાઢીને સીંગદાણાનો મિક્ષરમાં પાઉડર તૈયાર કરો.

માવા ચીક્કી રેસીપી

હવે 300 ગ્રામ જેટલો ગોળ લો, અને થોડો ઝીણો સમારી નાખો, ત્યારબાદ કડાઈ ગરમ કરો અને ગોળ નાખો.

માવા ચીક્કી રેસીપી

ગોળને ઓગળવા દો, જરૂર લાગે તો સહેજ પાણી ઉમેરો, અને 2 ચમચી ઘી ઉમેરો, અને સતત મિક્ષ કરતા રહો.

માવા ચીક્કી રેસીપી

હવે ગોળની ચાસણી થઇ જાય એટલે એમાં સીંગદાણા પાઉડર ઉમેરો, અને સતત મિક્ષ કરતા રહો, અને એક ડીશમાં બધું બેટર પાથરો.

માવા ચીક્કી રેસીપી

બેટરને પાથરીને વેલણથી રોટલીની જેમ વણી લો અને કટ કરીને ચોરસ પીસ તૈયાર કરો એટલે તમારી માવા ચીક્કી ખાવા માટે તૈયાર છે.

Veg Keema Recipe: વેજ ખીમો રેસીપી, ઇંડા કરતા વધુ ટેસ્ટી