માત્ર 3 વસ્તુથી બનાવો માવા કુલ્ફી, જાણો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

Apr 25, 2025, 12:41 PM

સામગ્રી

2 કપ દૂધ, 1/3 કપ ખાંડ, 1 કપ છીણેલો માવો

માવા કુલ્ફી રેસીપી

સૌ પ્રથમ કડાઈ ગરમ કરો, એમાં 2 કપ દૂધ નાખો, સતત હલાવતા રહો અને ઉકળવા દો.

માવા કુલ્ફી રેસીપી

હવે બીજુ પેન ગરમ કરો, એમાં 1/3 કપ ખાંડ નાખીને સતત સારી રીતે મિક્ષ કરતા રહો.

માવા કુલ્ફી રેસીપી

ખાંડ મિક્ષ કરતા ચેક કરો કે ચાસણી એક તારની થઇ છે કે નહિ, થઇ જાય તો તે મિશ્રણને દૂધમાં ઉમેરો.

માવા કુલ્ફી રેસીપી

હવે ગેસ પર ચાલુ કરો અને 5 મિનિટ માટે મિશ્રણને સતત હલાવતા રહો, અને એમાં માવો નાખો.

માવા કુલ્ફી રેસીપી

માવો મિક્ષ કરીને સતત હલાવતા રહો, હવે બેટરને થોડું ઠંડુ થવા દો અને મિક્ષર ગ્રાઈન્ડરમાં ગ્રાઈન્ડ કરી લો.

માવા કુલ્ફી રેસીપી

હવે એ બેટરમાં તમે તમારા મન ગમતા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી શકો છો, હવે બેટરને મોલ્ડના શેપમાં નાખો.

માવા કુલ્ફી રેસીપી

ત્યારબાદ એમાં ફોઈલ પેપરથી કવર કરીને કુલ્ફી સળી બધામાં લગાવો અને ફ્રીજરમાં 8-10 કલાક માટે મૂકી દો, અને થઇ જાય એટલે ઠંડી ઠંડી કુલ્ફી સર્વ કરો.

સવારે ખાલી પેટ આ પીણાં પીવો, શરીર રહેશે સ્વસ્થ