ગુજરાતમાં માવાના પેંડા ખુબજ વખણાય છે. મોઢામાં પીગળી જાય એવા સોફ્ટ માવાના પેંડા બનાવવા જાણો અહીં ખાસ રેસીપી
4 કપ દૂધ, 2 ચમચી ઘી, 1/2 કપ ગોળ, 1 કપ મિલ્ક પાઉડર,થોડું કેસર અને ઇલાયચી પાઉડર
પેંડા બનાવવા સૌ પ્રથમ એક મોટા પેનમાં દૂધ નાખો, દૂધને સતત હલાવતા રહો અને ઉકળવા દો.
ત્યારબાદ ઉકળતા દૂધમાં ગઈ નાખો ફરી સારી રીતે મિક્ષ કરો, હવે તેમાં જરૂર મુજબ તમારે જેટલું ગળ્યું કરવું હોય તેટલો ગોળ નાખો.
હવે ગોળને સતત મિક્સ કરો અને પીગળીવા દો, 5-7 મિનિટ સુધી બધું મિક્ષ કરતા રહો.
હવે તેમાં મિલ્ક પાઉડર નાખો ફરી પ્રોપર મિક્સ કરો, છેલ્લે ઈલાયચી પાઉડર અને કેસર નાખો અને મિક્ષ કરતા રહો.
સારી રીતે મિશ્રણ કુક થઇ જાય એટલે ગેસ બંધ કરો, અને મિશ્રણને ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થઇ એટલે પેંડાના મશીનથી પેંડા તૈયાર કરો અને સર્વ કરો.