સ્ત્રી ગૃહિણી હોય કે કર્મચારી તેનું આખું જીવન ઓફિસ, ઘર અને બાળકોને સંભળાવામાં વ્યસ્ત રહે છે અને સ્વાસ્થ્યને સંપૂર્ણપણે અવગણે છે.
તેથી મહિલાઓને વધતી ઉંમરે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અહીં જાણો મહિલાઓએ સ્વાસ્થ્યનું કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ.
મહિલાઓમાં વધતી ઉંમરએ આ સ્વાસ્થ્ય સમસ્યા થઇ શકેnnમહિલાઓમાં ગંભીર સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ ખરાબ લાઇફસ્ટાઇલ હોય છે. ખરાબ લાઈસ્ટાઈલને લીધે મહિલાઓમાં થાઈરોઈડ, સ્તન કેન્સર, અંડાશયનું કેન્સર, ટ્યુમર, બીપી, હાઈ બીપી જેવી બીમારી થાય છે.
‘મેન્સ્ટ્રુઅલ હાઈજીન’ વિશે જણાવીશું, માસિક સ્રાવ દરમિયાન સ્વચ્છતા વિશે મહિલાઓને જાગૃત વધી રહી છે. પરંતુ આજે પણ ભારતમાં ઘણા એવા ગામ છે જ્યાં મહિલાઓને સેનેટરી પેડની સુવિધા મળતી નથી.
પીરિયડ્સ દરમિયાન સેનિટરી પેડ નિયમિતપણે બદલતા રહો : મહિલાઓએ પીરિયડ્સ વખતે દરમિયાન સેનિટરી પેડ અથવા ટેમ્પન નિયમિતપણે બદલવું જોઈએ. દર 4 થી 6 કલાકે પેડ્સ અથવા ટેમ્પોન બદલવા જોઈએ.
Source: canva
પરંતુ જો તમે એક જ પેડને કલાકો સુધી બદલતા નથી, તો તે બેક્ટેરિયા થવાની શક્યતા વધે અને ચેપનું જોખમ વધી શકે છે.
જ્યારે પણ તમે બહાર જાઓ ત્યારે બેકઅપમાં એક હેન્ડબેગમાં વધારાનું સેનેટરી પેડ રાખવાની ટેવ પાડો.
પૂરતી ઊંઘ લો : મહિલાઓને પીડિયડ્સ દરમિયાન આરામની જરૂર હોય છે. આ સમયે 8-9 કલાકની ઊંઘ લો. જે તમને ફ્રેશ રહેવામાં મદદ કરશે.
પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતા : પીરિયડ્સ દરમિયાન વ્યક્તિની સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તમારી ટોઇલેટ સીટને ઓછામાં ઓછા બે વાર ગરમ પાણી અને સાબુથી સાફ કરો.
પેડ ફેંકતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો : સેનિટરી પેડ ફેંકતી વખતે, તેને ટોઇલેટ પેપર અથવા રેપરમાં લપેટીને અલગ ડસ્ટબીનમાં મૂકો.
Source: canva
બાથરૂમમાં સેનિટરી પેડને ક્યારેય ફ્લશ ન કરો. કારણ કે તે પાઈપમાં ફસાઈ શકે છે. તેનાથી પર્યાવરણમાં પ્રદૂષણ વધી શકે છે.
પૂરતા પ્રમાણમાં પાણી પીવો અને પોષણયુક્ત ખોરાક લો : માસિક સ્રાવ દરમિયાન પુષ્કળ પાણી પીવો. તે તમને દિવસભર હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરશે. આ બધા સિવાય પુષ્કળ ફળો અને શાકભાજી ખાઓ.
માસિક સ્રાવ દરમિયાન હેલ્થી ડાયટનું પાલન કરવું જોઈએ. કેફીન અને ક્ષારયુક્ત ખોરાક ટાળો. કારણ કે માસિક ધર્મ દરમિયાન આ રીતે ખાવાથી સોજો અને પરેશાની વધી શકે છે.