Oct 28, 2025

ઠંડીમાં બનાવો એકદમ પોચા મેથી પનીર થેપલા,જાણો ખાસ રેસીપી

Shivani Chauhan

શિયાળામાં મેથી ભરપૂર માત્રામાં આવે છે અને પનીર પણ ઉપલબ્ધ હોય છે, ત્યારે તમે સ્વાસ્થ્ય ગુણોથી ભરપૂર મેથી પનીર થેપલા બનાવી શકો છો.

Source: freepik

મેથી પનીર થેપલા પોચા અને પરફેક્ટ બને છે, હોમમેઇડ મેથી પનીર થેપલા રેસીપી શેર કરી છે, જે ખુબજ ઓછા સમયમાં ટેસ્ટી બને છે, જાણો રેસીપી

Source: freepik

મેથી પનીર થેપલા રેસીપી સામગ્રી

1 કપ આખા ઘઉંનો લોટ, 1 ગડી મેથી, 200 ગ્રામ પનીર, 1/4 કપ ગ્રામ લોટ, 1 ચમચી આદુની પેસ્ટ, 1 ટીસ્પૂન લસણની પેસ્ટ, 1 ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ, 1 કપ ઝીણી સમારેલી લીંબડી, 4 ચમચી હિંગ, સ્વાદ અનુસાર મીઠું.

Source: freepik

મેથી પનીર થેપલા રેસીપી સામગ્રી

1/2 ચમચી હળદર પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી ધાણા પાવડર, 1 ચમચી તલ, 1 ચમચી ખાંડ, 1/2 ચમચી અજમો, 1 ચમચી તેલ, 1/4 કપ દહીં, જરૂર મુજબ પાણી

Source: freepik

મેથી પનીર થેપલા રેસીપી

સૌ પ્રથમ એક મોટા વાસણમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, આદુની પેસ્ટ ભેગા કરો. ત્યારબાદ એમાં લસણની પેસ્ટ, છીણેલું પનીર, લીલા મરચાની પેસ્ટ અને સાફ કરી ધોઈને ઝીણી મેથી કાપીને મિક્ષ કરો.

Source: social-media

મેથી પનીર થેપલા રેસીપી

હવે એ મિશ્રણમાં હીંગ, મીઠું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, તલ, ખાંડ અને અજમોમાં મિક્સ કરો.

Source: social-media

મેથી પનીર થેપલા રેસીપી

ધીમે ધીમે પાણી અને દહીં ઉમેરો, નરમ કણક બને ત્યાં સુધી ભેળવો હવે એમાં તેલ ઉમેરો, થોડી મિનિટો માટે મિક્ષ કરીને લોટ બાંધીને થોડી વાર માટે રેસ્ટ આપો.

Source: social-media

મેથી પનીર થેપલા રેસીપી

હવે લોટને સમાન ભાગોમાં વિભાજીત કરો. એમાંથી પાતળી રોટલી બનાવો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો, થઇ જાય એટલે ગરમ ગરમ ચા સાથે સર્વ કરો.

Source: social-media

શિયાળાની ઋતુમાં સ્વાદિષ્ટ ગુંદરના લાડુ બનાવવાની સરળ રીત, સ્વસ્થ રહેશો !

Source: social-media