Nov 15, 2025

શિયાળામાં બનાવો મેથી થેપલા, આવી રીતે એકદમ પોચા બનશે

Ashish Goyal

ઠંડીમાં મેથીના થેપલા

શિયાળામાં મેથી ખાવાની સલાહ આપવામાં આવે છે. આ સમયે તમે મેથીના થેપલા બનાવી ખાઇ શકો છે.

Source: social-media

મેથીના થેપલા રેસીપી

એકદમ પોચા અને ટેસ્ટી મેથીના થેપલા બનાવવાની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ.

Source: social-media

મેથીના થેપલા સામગ્રી

લીલી મેથી, ઘઉંનો લોટ, ધાણા પાઉડર, મીઠું, હળદર, અજમો, તલ, પાણી, તેલ.

Source: social-media

મેથીના થેપલા બનાવવાની રીત, સ્ટેપ 1

સૌથી પહેલાં લીલી મેથીને પાણીથી ધોઈ લો અને કોરી કરીને બારીક રીતે સમારી લો.

Source: social-media

સ્ટેપ 2

એક બાઉલમાં ઘઉંનો લોટ લો. તેમાં સમારેલી મેથી, અજમો, મીઠુ, હળદર અને ધાણા પાવડર મિક્સ કરો. કોથમીર અને આદુની પેસ્ટ પણ ઉમેરી શકો છો.

Source: social-media

સ્ટેપ 3

આ પછી તેલ અને પાણી ઉમેરી લોટ બાંધો. તેને 10-15 મિનિટ રહેવા દો.

Source: social-media

સ્ટેપ 4

આ પછી લોટમાંથી લુવા બનાવો અને રોટલીની જેમ વણી લો.

Source: social-media

સ્ટેપ 5

એક નોન સ્ટીક પેનમાં તેલ લગાવી ગેસ પર ગરમ કરો. તેમા થેપલાને બન્ને બાજુએ સારી રીતે શેકી લો.

Source: social-media

મેથીના થેપલા તૈયાર

આ રીતે તમારા મેથીના થેપલા તૈયાર થઇ જશે. તેને તમે ચા, દહીં, શાક, સોસ સાથે થાઇ શકો છો.

Source: social-media

Source: social-media