1 બાઉલ પલાળેલી બાજરી, 1 ચમચી પલાળેલી ફોતરાં વાળી મગની દાળ, 1 ચમચી તેલ, 1 ચમચી જીરું, 1 ચમચી સમારેલા લીલા મરચા, 1 ચમચી આદુ મરચાની પેસ્ટ, 2-3 સમારેલ લીલી ડુંગળી, કોથમીર, 1 વાટકી વટાણા, 1 વાટકી સમારેલ ગાજર, 1 વાટકી સીંગદાણા, 1 વાટકી સમારેલ બટાકા, 1 ચમચી હળદર પાઉડર, 1 સમારેલ ટામેટું, સ્વાદ મુજબ મીઠું, જરૂર મુજબ
સૌ પ્રથમ બાજરી અને મગની દાળને 3-4 કલાક માટે પલાળીને રાખો, ત્યારબાદ કુકર ગરમ કરો અને તેલ નાખીને જીરું નાખો.
એમાં લીલા મરચા, આદુ મરચાની પેસ્ટ, લીલી ડુંગળી, કોથમીર અને વટાણા, ગાજર એ અન્ય શાકભાજી જેમાં સમારેલ બટાકા નાખીને બધું મિક્ષ કરો.
હવે બધા સૂકા મસાલા ઉમેરો, એમાં હળદર પાઉડર, સમારેલ ટામેટું, સ્વાદ મુજબ મીઠું, જરૂર મુજબ, કોથમીર ઉમેરીને પાણી નાખો.
ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરીને 3-4 સીટી થવા દો અને થઇ જાય એટલે એના પર ઘી નો વઘાર કરીને ગરમ ગરમ ખીચડી સર્વ કરો.