Misal Pav Recipe : મહારાષ્ટ્રનું ફેમસ મિસળ પાવ ઘરે બનાવો, સરળ રેસીપી જાણો

Jun 24, 2024, 02:45 PM

મિસળ પાવ મહારાષ્ટ્રના ફેમસ ફૂડમાંથી એક છે, મિસળને પાવ અથવા બ્રેડ સાથે સર્વ કરવામાં આવે છે, મિસળમાં ફણગાવેલા કઠોળ નાખવામાં આવે છે અને તૈયાર કરવામાં આવે છે, અહીં જાણો ઘરે સરળ રીતથી કેવી રીતે બનાવશો

સામગ્રી

4 તમાલપત્ર, 1/4 સૂકું નાળિયેર, 1/2 આખા ધાણા, 4 સૂકા લાલ મરચા, 2 તજ, 2 સમારેલ ડુંગળી, 2 સમારેલ ટામેટા, 1 ચમચી લસણની પેસ્ટ, 1/3 ચમચી

વઘાર માટે

રાઈ, 1 ચમચી હિંગ, 4-7 મીઠા લીમડાના પાન, 1/3 કાળા ચણા, 1/3 ફળગાવેલા મગ અને મઠ, 1/3 ચમચી હળદર પાઉડર, 1/3 લાલ મરચું પાઉડર, 1 ચમચી મીઠું, 2 કપ પાણી, 1/3 ધાણા જીરું પાઉડર અને 1 ચમચી ગોળ

મિસળ પાવ રેસીપી

સૌ પ્રથમ એક પેનમાં સૂકું નાળિયેર, આખા ધાણા, સૂકા લાલ મરચા અને તજને 1 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લો.

મિસળ પાવ રેસીપી

હવે બીજા પેનમાં 1 ચમચી તેલ નાખી સમારેલ ડુંગળી, ટામેટા અને લસણની પેસ્ટને 1 મિનિટ માટે કુક કરો. હવે સૂકો ડ્રાય રોસ્ટ મસાલાઓ અને આ ડુંગળીનો મસાલો એકસાથે મિક્ષરમાં બ્લેન્ડ કરી લો.

મિસળ પાવ રેસીપી

ગ્રેવી તૈયાર થઇ જાય એટલે વઘાર મુકો, તેમાં એક ચમચી તેલ નાખો, હવે થોડી રાઈ તતડે એટલે હિંગ અને મીઠા લીમડાના પાન નાખો, હવે તૈયાર ગ્રેવી મિક્ષ કરો.

મિસળ પાવ રેસીપી

હવે તેમાં બેઝિક સ્પાઈસીસ જેમાં હળદર પાઉડર ધાણા જીરું પાઉડર, લાલ મરચું પાઉડર અને મીઠું નાખો, ત્યારબાદ તેમાં બોઈલ કરેલા કાળા ચણા અને મગ મઠ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

સર્વિંગ

મિસળમાં 2 કપ પાણી નાખો અને 5 મિનિટ માટે કુક કરો, હવે તેમાં 2 ચમચી ગોળ નાખો અને પાવ સાથે સર્વ કરો.

Pizza Paratha : સોનાક્ષી સિંહા કમ્ફર્ટ ફૂડ હેલ્ધી પિઝા પરાઠા, જાણો સરળ રેસીપી