Common Weight Loss Mistakes | વજન ક્યારેય ઓછું નહીં થાય, આ 6 કામ કરવાનું આજે જ ટાળો

Aug 02, 2025, 06:36 PM

વજન ઘટાડવા (Weight loss) માટે માત્ર આહાર અને કસરત જ નહીં, પણ લાઇફસ્ટાઇલમાં પણ સંપૂર્ણ પરિવર્તન જરૂરી છે.

જોકે ઘણા લોકો વેઇટ લોસ કરતી વખતે ઘણી મોટી ભૂલો કરે છે. ડૉ. શર્મિકાએ આ 6 બાબત સમજાવે છે.

રાત્રે મોડા જમવું

વેઇટ લોસ જર્ની પર હોવ તો મોડા નહિ પરંતુ સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચે ભોજન કરવું શ્રેષ્ઠ છે. મોડા જમવાથી પાચનતંત્ર પર ભાર પડે છે.તેથી વહેલું જમવાનું રાખો.

રોજ વજન તપાસવું

દરરોજ વજન તપાસવાથી તણાવ હોર્મોન કોર્ટિસોલનું સ્તર વધશે અને વજન ઘટાડવાને બદલે વધી શકે છે, તેથી આ કરવાનું ટાળો.

વિકેન્ડ પર ગમે તે ખાવું

વિકેન્ડ પર ચીટ ડે કરવાનું ટાળો, મીઠાઈઓનો સમાવેશ કરવો એ એક મોટી ભૂલ છે. જો આપણે સ્વસ્થ ખોરાક ખાવાની આદત પાડીએ, તો ચીટ ડેની જરૂર નહીં પડે.

ઊંઘ લેવી

વજન ઘટાડવા માટે ઊંઘ અને પાણીનું સેવન ઓછું કરવું એ એક મોટી ભૂલ છે. પૂરતી ઊંઘ ન લેવાથી ચયાપચય પર અસર પડી શકે છે અને વજન ઓછું કરવું મુશ્કેલ બની શકે છે.

પૂરતું પાણી

પૂરતું પાણી ન પીવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થઈ શકે છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. વજન ઘટાડતી વખતે દરરોજ 2-3 લિટર પાણી પીવું જરૂરી છે.

ભૂખ કંટ્રોલ કરવી

વજન ઘટાડવા માટે ભૂખ્યા રહેવું અનિચ્છનીય છે. તેના બદલે જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે પાણી અને ફાઇબરથી ભરપૂર ખોરાક ખાઓ.

મીઠાઈઓ ટાળવી

ચીટ ડે પર મીઠાઈઓનો સમાવેશ કરવો ખોટું છે, પરંતુ તમારા ડાયટમાંથી મીઠાઈઓને સંપૂર્ણપણે દૂર કરવી પણ સારો વિચાર નથી, આનાથી પાછળથી વધુ મીઠાઈઓ ખાવાનું શરૂ થઈ શકે છે.

મીઠાઈઓ ટાળવી

તમે સ્વસ્થ, ઓછી સુગર વાળી મીઠાઈઓનો મધ્યમ માત્રામાં સમાવેશ કરી શકો છો અથવા તમે ક્યારેક મનપસંદ મીઠાઈ થોડી માત્રામાં ખાઈને સંતોષ સાથે ડાયટનું પાલન કરી શકો છો.