1 કપ તાજા મીઠો લીમડો, 1 કપ ચણાનો લોટ, 1 ચમચી આદુ-મરચાની પેસ્ટ, 1 ચમચી હળદર પાવડર,
1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી ધાણા-જીરું પાવડર, એક ચપટી હીંગ, મીઠું સ્વાદ મુજબ, ખાવાનો સોડા, જરૂર મુજબ પાણી, તળવા માટે તેલ
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ચણાનો લોટ લો. તેમાં ધોયેલો મીઠો લીમડો, આદુ-મરચાની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણા-જીરું, હીંગ અને મીઠું ઉમેરો.
બધી સામગ્રીને બરાબર મિક્સ કરી લો, પાણી ઉમેરતા જાઓ અને પ્રોપર બેટર બનાવો. કડાઈમાં તેલ ગરમ કરો.
હવે ગરમ તેલમાં પકોડા તળી લો. પકોડાને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
ગરમાગરમ મીઠા લીમડાના ભજીયાને લીલી ચટણી, ટમેટા સોસ કે દહીં સાથે સર્વ કરો.