સ્નાન કરતી વખતે પાણીમાં ઉમેરો આ 6 ચીજો અને દિવસભર ફ્રેશ રહો

Dec 12, 2022

Ajay Saroya

પાણીમાં કેટલીક ચીજો મિક્સ કરીને સ્નાન કરવાથી સંપૂર્ણ દિવસ દરમિયાન ફ્રેશ રહી શકાય છે, તેનાથી તમારો થાક દૂર થશે અને રિલેક્સ અનુભવશો

દિવસ ભરના થાકથી મેળવો રાહત

ફટકડીમાં એન્ટિબેક્ટેરિયલ ગુણો હોય છે, જે સ્કીનની માટે બહુ જ લાભકારક છે, પાણીમાં ફટકડી નાંખી સ્નાન કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે

ફટકડી

શરીરની દૂર્ગંધને દૂર કરવા અને દિવસભર ફ્રેશ રહેવા માટે પાણીમાં સેંધા નમકને મિક્સ કરીને સ્નાન કરવું જોઇએ

સેંધા નમક

પાણીમાં લીમડાના પાન નાંખીને સ્નાન કરવુ જોઇએ, તે ચામડીને વિવિધ પ્રકારના ઇન્ફ્લેક્શન અને શરીરને વિવિધ બીમારીથી બચાવે છે

લીમડો

શરીરને દિવસભર ફ્રેશ રાખવા નાહવાના પાણીમાં ગ્રીન-ટી મિક્સ કરી શકાય છે. તેનાથી શરીરના પરસેવાની દૂર્ગંધ દૂર થાય છે 

ગ્રીન-ટી

સ્નાન કરવાના પાણીમાં લીંબુનો રસ પર ઉમેરી શકાય છે, તેનાથી બેક્ટેરિયાની સમસ્યા દૂર થશે અને તમે આખા દિવસ તાજગી અનુભવશો

લીંબુનો રસ

તન અને મનને તંદુરસ્ત રાખવા વહેલા ઉઠીને સ્નાન કરવાની આદાત રાખવી જોઇએ, તેનાથી ઘણા ફાયદા થાય છે 

વહેલા ઉઠીને સ્નાન કરો