મોહબ્બત કા શરબત, પીધા પછી થઇ જશો મદહોશ

Mar 05, 2025, 02:49 PM

મોહબ્બત કા શરબત

મોહબ્બત કા શરબત ઉનાળામાં પીવાતું પ્રખ્યાત શરબત છે. ખાસ કરીને રમઝાન મહિનામાં મોહબ્બત કા શરબત પીવામાં આવે છે, તેનાથી શરીરને તુરંત એનર્જી મળે છે અને પેટમાં ઠંડક અનુભવાય છે.

મોહબ્બત કા શરબત સામગ્રી

ચિલ્ડ દૂધ, રોઝ સીપર, ગુલાબની પાંદડી, ઝીણા સમારેલા તરબૂચના ટુકડા, ટુકડા બરફ

મોહબ્બત કા શરબત રેસીપી

મોહબ્બત કા શરબત બનાવવા માટે સૌથી પહેલા એક મોટા અને ઉંડા બાઉલમાં દૂધ લો.

મોહબ્બત કા શરબત રેસીપી

દૂધમાં રોઝ સીરપ ઉમેરી હેન્ડ બ્લેન્ડર વડે સારી રીતે મિક્સ કરી લો. રોઝ સીરપ ન હોય તો ગુલાબના શરબતનો પણ ઉપયોગ કરી શકાય છે.

મોહબ્બત કા શરબત રેસીપી

હવે તેમા તરબૂચના ઝીણા સમારેલા ટુકડા ઉમેરી બરાબર મિક્સ કરી લો. તરબૂચના બીયાં કાઢવાનું ભૂલશો નહીં.

મોહબ્બત કા શરબત રેસીપી

છેલ્લે તેમા બરફના ટુકડા નાંખી મોહબ્બત કા શરબતને બરાબર હલાવી લો. જો તમારે બરફના ટુકડા ન નાંખવા હોય તો મોહબ્બત કા શરબત બનાવી ફ્રીજમાં 1 - 2 કલાક માટે ઠુંડી થવા મૂકી શકાય છે.

મોહબ્બત કા શરબત સામગ્રી

એક કાચના ગ્લાસમાં મોહબ્બત કા શરબત રેડો, તેના પર તરબૂચના ટુકડા અને ફ્રેશ ગુલાબની પાંદડી વડે ગાર્નિશ કરી સર્વ કરો.

મોહબ્બત કા શરબત સામગ્રી

તૈયાર છે ઉનાળાની ગરમીમાં ઠંડક આપતું મહોબ્બત કા શરબત