જો તમે ચાઇનીઝ ફૂડ ખાવાના શોખીન છો પણ રોજ મોમોઝ ખાઇને કંટાળી ગયા છો નવી ડીશ ડ્રાય કરી શકો છો.
તમે ઘરે પણ મોમોસ પરાઠાની રેસીપી બનાવી શકો છો. જે ઘણી ટેસ્ટી બનશે.અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ
મેંદો, ઘઉંનો લોટ, ઝીણી સમારેલી કોબીજ, ઝીણા સમારેલા ગાજર, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલા મરચાં, ચમચી આદુ-લસણની પેસ્ટ, સોયા સોસ, કાળા મરીનો પાઉડર, મીઠું, પાણી, તેલ.
મોમોસ પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ પરાઠાનો લોટ તૈયાર કરી લો. આ માટે એક મોટા બાઉલમાં મેંદો, ઘઉંનો લોટ, મીઠું અને 1 ચમચી તેલ અને પાણીની મદદથી ધીમે ધીમે નરમ કણિક મસળી લો. લોટને ઢાંકીને 15-20 મિનિટ સુધી રહેવા દો.
હવે મોમોસ પરાઠાનું સ્ટફિંગ તૈયાર કરવા માટે એક કઢાઇમાં 1 મોટી ચમચી તેલ ગરમ કરો. તેમાં આદુ-લસણની પેસ્ટ, લીલા મરચાં અને ડુંગળી ઉમેરી 2 મિનિટ સુધી સાંતળો.
તેમાં કોબીજ, ગાજર, મીઠું, મરી અને સોયા સોસ ઉમેરો અને 6 થી 7 મિનિટ સુધી રાંધો. પછી ઠંડુ થવા દો.
આ પછી મોમોસ પરોઠા બનાવવા માટે કણકના નાના-નાના બોલ લઇ તેને રોલ કરી તેમાં 1-2 ટીસ્પૂન સ્ટફિંગ નાખીને કીનારીઓ વાળીને હળવા હાથે વણી લો.
આ પછી પેન પર વણેલા પરોઠાને મૂકીને બંને બાજુ તેલ લગાવીને તેને ગોલ્ડન થાય ત્યાં સુધી બેક કરી લો.
આ રીતે તમારા ટેસ્ટી મોમોસ પરાઠા તૈયાર થઇ જશે. તમે તેને ટમેટાની ચટણી અથવા દહીં સાથે સર્વ કરી શકો છો.