Momos recipe : રેસ્ટોરન્ટ જેવા ચટપટી ચટણી સાથે ઘરેજ બનાવો પરફેક્ટ મોમોસ, જાણો રેસીપી

Jul 28, 2024, 11:09 PM

સામગ્રી

2 કપ મેંદો, સ્વાદ અનુસાર મીઠું, 1/2 કપ સમારેલ કોબીજ, 1/4 સમારેલ ગાજર, 1/4 સમારેલ ડુંગળી, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 1/2 ચમચી કાળા મરીનો પાઉડર, 1/4 સમારેલ કેપ્સિકમ

મોમોસ રેસીપી

સૌ પ્રથમ મોમોસ માટે લોટ બાંધો, મેંદામાં જરૂર મુજબ પાણી અનેસ્વાદ અનુસાર મીઠું નાખી એક મોટા પાત્રમાં લોટ બાંધો. સહેજ સોફ્ટ લોટ બાંધવો. તેને 5-1- મિનિટ માટે રેસ્ટ આપો.

મોમોસ રેસીપી

હવે સ્ટફિંગ તૈયાર કરો, એક મોટા પેનમાં આદુ લસણની પેસ્ટ તેલમાં સાંતળો.

મોમોસ રેસીપી

એમાં સમારેલ ડુંગળી, સમારેલ કોબીજ, સમારેલ ગાજર, સમારેલ કેપ્સિકમ, કાળા મરીનો પાઉડર, સ્વાદ અનુસાર મીઠું નાખી બધું મિક્ષ કરો અને સારી રીતે સાંતળો.

મોમોસ રેસીપી

5- 10 મિનિટ કુક કર્યા બાદ સ્ટફિંગને ઠંડુ થવા દો, હવે લોટમાંથી નાની પાતળી રોટલી વણો અને એમાં આ સ્ટફિંગ 1 ચમચી જેટલું ભરો.

મોમોસ રેસીપી

આમ બધાજ મોમોસનું સ્ટફિંગ કરી લો અને એક સાથે સ્ટીમરમાં 15 થી 20 મિનિટ માટે સ્ટીમ કરી લો. એ દરમિયાન ચેક કરતા રહો.

મોમોસ રેસીપી

હવે બધા મોમોસ સ્ટીમ થઇ જાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી તેની ચાઈનીઝ ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.