પતરવેલીયા, દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત વાનગી બનાવવાની રીત

Jul 07, 2025, 04:08 PM

પતરવેલીયા રેસીપી

પતરવેલીયા દક્ષિણ ગુજરાતની ખાસ વાનગી છે, જે ચોમાસામાં બનાવવામાં આવે છે. અહી પતરવેલીયા બનાવવાની પરફેક્ટ રીત આપી છે.

પતરવેલીયા રેસીપી સામગ્રી

અળવીના પાન, ચણાનો લોટ, લીલા મરચાની પેસ્ટ, લાલ મરચા અને હળદર પાઉડર, ધાણાજીરું પાઉડર, મીઠું, ખાંડ, લીંબુનો રસ, બેકિંગ સોડા, તેલ, તેલ અને આમલી ગોળનું પાણી

અળવીના પાન સાફ કરો

પાતરવેલીયા બનાવવા માટે સૌથી પહેલા અળવીના પાન પરની જાડી જાડી નસો ચાકુ વડે દૂરો, ત્યાર પછી પાણીમાં ધોઇ સાફ કરી લો

ચણાના લોટનું ખીરું બનાવો

એક બાઉલમાં ચણાનો લોટ, લાલ મરચા અને હળદર પાઉડર, લીલા મરચાની પેસ્ટ, ધાણાજીરું પાઉડર, લીંબનો રસ, સ્વાદ અનુસાર મીઠું, બેકિંગ સોડા અને આમલી ગોળનું પાણી ઉમેરી ઢોંસાના બેટર જેવું ખીરું તૈયાર કરો

ચણાનો લોટ લગાવો

એક અળવીનુ પાન લો, પાનની નસો વાળી સપાટી પર ચણાનું ખીરું લગાવો. આ પાન પર જ બીજું પાન લગાવી ફરી ચણાનું ખીરું લગાવો

અળવીના પાન પર લોટ લગાવો

આમ એકની ઉપર એક એમ 4 થી 5 અળવીના પાન પર ચણાનું લોટ લગાવી ગોળ વાળો

અળવીના પાન બાફો

હવે આ પાનને બાફવા માટે ગેસ પર એક સ્ટીમરમાં પાણી ગરમ કરો, સ્ટીમરમાં અળવીના પાનને 15 થી 20 મિનિટ સુધી બાફો

પાનને ગોળ કાપો

અળવીના પાન બફાઇ ગયા બાદ તેને ગોળ ગોળ કાપો

પાત્રા તેલમાં ફ્રાય કરો

ગેસ પર એક કઢાઇમાં તેલ ગરમો કરો, ગોળ કાપેલા અળવીના પાન તેલમાં ક્રિસ્પી બ્રાઉન ફ્રાય કરો

પતરવેલીયા તૈયાર

આ રીતે દક્ષિણ ગુજરાતી સ્ટાઇલમાં પતરવેલીયા બનાવી શકાય છે. વરસાદની સીઝનમાં પાતરવેલીયા ખજૂર ગોળની ચટણી અને તીખી ચટણી સાથે ખાવાની મજા પડે છે.