Jul 01, 2024
ચોમાસામાં વરસાદની મજા માણવા માટે લોકો ગરમા ગરમ ભજીયા ઘરે બનાવે અથવા તો બહારથી લાવીને ખાતા હોય છે.
જોકે, તેલવાળું ન ખાવું હોય અને ચા સાથે ગરમ નાસ્તાની મજા માણવી હોય તો ઘરે હાંડવો બાઈટ બનાવી ટ્રાય કરો. ચા અને મોસમની મજા બમણી થઈ જશે.
રવો, બેસન, દહીં, ગાજર, ટામેટા, કોબિજ, વટાણા, જે શાકભાજી નાંખવા હોય એ નાંખી શકાય, ઈનો, મસાલા, લીલા મરચા, આદુ વગેરે..
બીજી બાજુ હાંડવો બાઈટમાં તમારે જે શાકભાજી ઉમેરવા હોય એ એકદમ ઝીણાં કાપી દો. દા.ત ગાજર, કોબીજ, ટામેટા, કાંદા, વટાણાં વગેરે..
10 મિનિટ રેસ્ટ થયા બાદ બેસન, રવાનું મિક્સરમાં કાપેલા શાકભાજી, લીલા મરચા અને લસણી પેસ્ટ, અને મીઠું, હળદર, મરચું, દાણાજીરુ સહિતના મસાલા ઉમેરી દો.
તમામને સારી રીતે મીક્સ કર્યા બાદ અપ્પમ કુક્કરમાં મિક્સરને મુકીને ધીમા તાપે પાકવા દો. આવી રીતે તમારો હાંડવો બાઈટ તૈયાર થઈ જશે.