વરસાદમાં તેલ વગર બનાવો આ ચટપટા પકોડા

May 06, 2025, 04:58 PM

કોર્ન અપ્પે રેસીપી

વરસાદ પડે ત્યારે ભજીયા પકોડા ખાવાનું મન થાય છે. જો કે તળેલી વાનગી ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. જો કે અહીં એક સ્પેશિયલ ચટપટા પકોડા રેસીપી આપી છે. જે તેલમાં તળ્યા વગર બને છે અને તેનાથી શરીરને કોઇ નુકસાન થતું નથી.

કોર્ન અપ્પે રેસીપી

કોર્ન અપ્પે એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે. બાફેલી મકાઇ, ચણા અને ચોખાના લોટ તેમજ મસાલા માંથી સરળતાથી ટેસ્ટી કોર્ન અપ્પે બનાવી શકાય છે.

કોર્ન અપ્પે બનાવવા માટે સામગ્રી

મકાઇના દાણા બાફેલા, ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચા, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ગરમ મસાલા પાઉડર, જીરું, મીઠું સ્વાદ અનુસાર, તેલ, લીબુંનો રસ, ચણાનો લોટ, ચોખાનો લોટ

કોર્ન અપ્પે રેસીપી

કોર્ન અપ્પે બનાવવા માટે સૌથી પહેલા લીલી મકાઇ બાફી તેના દાણા કાઢી લો. અડધા દાણા મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી ઘટ્ટ પેસ્ટ બનાવો અને અડધા મકાઇના દાણા રાખી મૂકો.

કોર્ન અપ્પે રેસીપી

એક બાઉલમાં ગ્રાઉન્ડ કરેલી મકાઇની પેસ્ટ, બાફેલી મકાઇના દાણા, ઝીણા સમારેલા લીલા મરચા, ડુંગળી, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ગરમ મસાલા પાઉડર, જીરું, મીઠું ઉમેરો. લીબુંનો રસ ઉમેરો.

કોર્ન અપ્પે રેસીપી

કોર્ન અપ્પેના બેટરને ઘટ્ટ કરવા માટે ચણા અને ચોખાનો લોટ ઉમેરી બધી સામગ્રી બરાબર મિક્સ કરો અને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો.

કોર્ન અપ્પે રેસીપી

કોર્ન અપ્પેને નરમ અને પોચા બનાવવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકાય છે.

કોર્ન અપ્પે રેસીપી

હવે ગેસ પર એક અપ્પે પેનમાં તેલ લગાડી ગરમ કરો. પછી અપ્પે પેનમાં ચમચ વડે બેટર નાંખો અને ઢાંકણ વડે ઢાંકી દો.

કોર્ન અપ્પે રેસીપી

કોર્ન અપ્પે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી મીડિયમ આંચ પર પકવવા દો.

કોર્ન અપ્પે રેસીપી

કોર્ન અપ્પે શેકાઇ ગયા બાદ ડીશમાં ગ્રીન અને રેડ ચટણી સાથે સર્વ કરો.