Monsoon Recipe : ડિનરમાં દૂધીનું શાક નહિ ભરથું બનાવો, ખાતા રહી જશો, જાણો ખાસ દૂધી ભરથું રેસીપી

Aug 27, 2024, 04:30 PM

સામગ્રી

1 મધ્યમ કદની છીણેલી દૂધી,1 ડુંગળી, બારીક સમારેલી, 2 ટામેટાં, બારીક સમારેલા, 2-3 બારીક સમારેલા લીલા મરચાં, 1 ચમચી જીરું, 1 ચમચી આદુ-લસણની પેસ્ટ, 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદાનુસાર, 2 ચમચી તેલ, ગાર્નિશિંગ માટે તાજા કોથમીર

દૂધી ભરથું રેસીપી

સૌ પ્રથમ દૂધીને ગેસ પર અથવા તંદૂરમાં બરોબર ભરથું થઇ ત્યાં સુધી શેકી લો, ત્યારબાદ દૂધીને છોલી છાલ ઉતારો અને ભરથું તૈયાર કરી સાઈડ પર રાખો.

દૂધી ભરથું રેસીપી

એક કઢાઈમાં તેલ ગરમ કરો, એમાં જીરું ઉમેરો, જીરું તતડે એટલે સમારેલી ડુંગળી ઉમેરો અને જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી સાંતળો. આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરો. એક મિનિટ માટે સાંતળો.

દૂધી ભરથું રેસીપી

સમારેલા ટામેટાં ઉમેરો અને સુધી પકાવો. ત્યાર દૂધી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.હળદર પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરો. બધું બરાબર મિક્સ કરો.

દૂધી ભરથું રેસીપી

મિશ્રણને ધીમા તાપે રાંધો. તે લગભગ 15-20 મિનિટ લેશે. તૈયાર થઇ જાય એટલે તાજા કોથમીરથી ગાર્નિશ કરો, દૂધીનું ભરથું પીરસવા માટે તૈયાર છે! રોટલી કે ભાત સાથે તેનો આનંદ માણો.

Crispy kela bhajiya : વરસાદી માહોલમાં બનાવો ક્રિસ્પી કેળાના ભજિયા, જાણો ખાસ રેસીપી